આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના ગુંદરી ગામે લગ્ન પ્રસંગે ગરબાનું આયોજન કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં લગ્ન આયોજક સામે એપિડેમિક એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ તેના પીક પર છે. દરરોજ અઢીસોથી ત્રણસો જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે આવી રહી છે. જેને અટકાવવા માટે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના શહેરોમાં પાંચ દિવસ સુધી જનતા કર્ફ્યૂ આપવામાં આવ્યું છે. તેમ છતાં પણ કેટલાક લોકો સામાજિક પ્રસંગોમાં ટોળા એકત્ર કરી કોરોના વાયરસને રીતસર આમંત્રણ આપતા હોય તેવી ઘટનાઓ બની રહી છે.
પાંથાવાડા પાસે આવેલ ગુંદરી ગામે એક લગ્ન પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે પણ 100થી પણ વધુ લોકો ગરબે ઘૂમતા અને 200થી પણ વધુ લોકોની ભીડ એકત્ર થઈ હતી. ઘટનાની જાણ થતા જ પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગ્ન પ્રસંગે ગરબાનું આયોજન કરનાર નિલેશજી પરબતભાઈ ઠાકોર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમિક એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર