આદ્યશક્તિનાં શરણે મોદી, મા અંબાની કરી પૂજા-અર્ચના

Margi | News18 Gujarati
Updated: December 12, 2017, 6:15 PM IST
આદ્યશક્તિનાં શરણે મોદી, મા અંબાની કરી પૂજા-અર્ચના
અમદાવાદ રિવર ફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી સી-પ્લેન દ્વારા અંબાજી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા અંબાની પૂજા અર્ચના કરી.

અમદાવાદ રિવર ફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી સી-પ્લેન દ્વારા અંબાજી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા અંબાની પૂજા અર્ચના કરી.

  • Share this:
અંબાજી: અમદાવાદ રિવર ફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી સી-પ્લેન દ્વારા અંબાજી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા અંબાની પૂજા અર્ચના કરી. અહીં તેમણે ભાજપની જીત માટે માતાનાં આશિર્વાદ લીધા છે.

અહીં માતાનાં આશિર્વાદ લીધા બાદ તેઓ રોડ દ્વારા અંબાજીથી ધરોઇ પરત ફરશે. અને બપોરે 2.30 કલાકે સી પ્લેન મારફતે અમદાવાદ પરત ફરશે.દેશમાં કોઈ વડાપ્રધાન સિંગલ એન્જિન સી-પ્લેનમાં બેઠા હોઈ એવો પહેલો આ પહેલો બનાવ છે. આ પ્લેન એક એન્જિનવાળું હોવાને કારણે તેને ઉડાવવા માટે વિદેશથી ખાસ પાયલટ બોલાવવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ઈલેક્શન દરમિયાન મંદિર પોલિટિક્સ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેલ્લા એક મહિનાથી ગુજરાતના વિવિધ મંદિરોમાં જઈને પૂજા કરી રહ્યા છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરી 2014ના રોજ અંબાજીમાં દર્શન માટે આવ્યા હતા. તેઓ ત્રણ વર્ષ બાદ અંબાજી માતાના શરણે આવ્યા છે. મોદી અંબાજી માતામાં માને છે અને જ્યારે તેઓ સીએમ હતા ત્યારે દર નવરાત્રીએ અંબાજી આવતા હતા અને તેઓ પણ દાંતાથી જ અંબાજી જતાં હતા.









First published: December 12, 2017, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading