આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં 45થી વધુ ઉંમરના લોકોને 98 ટકા વેક્સિનેશન સાથે બનાસકાંઠા પ્રથમ રહ્યું હોવાના દાવા સામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સવાલ ઉઠાવ્યા છે. સરકારની વાહવાહી કરવા માટે સ્થાનિક અધિકારીઓએ ખોટા આંકડાઓ દર્શાવ્યા હોવાના આક્ષેપો કર્યા છે.
કોરોના મહામારીને ડામવા માટે સરકારે વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. જેમાં 45થી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું આયોજન કર્યું હતું. જેમાં છેલ્લા બે મહિનાની અંદર બનાસકાંઠા જિલ્લામાં પણ 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન આપવાની કામગીરી પુરજોશમાં ચાલી હતી. ગુજરાતમાં 45થી વધુ ઉંમરના લોકોને સૌથી વધુ રસી બનાસકાંઠા જિલ્લામાં અપાઈ અને 98 ટકા વેકસીનેશન થતા બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો હોવાના અહેવાલો પ્રસિદ્ધ થતા જ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેની સામે સવાલો ઉઠાવ્યા છે.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આજે ગામડાઓની મુલાકાત લેતા મોટાભાગના ગામડાઓમાં 10થી વધુ વેકસીનેશન થયું નથી. માટે તંત્રએ લોકોને ગેરમાર્ગે દોરવાના બદલે અત્યારે રસી મળતી નથી તે મામલે આયોજન કરવું જોઈએ તેમ સલાહ આપી હતી.
સ્થાનિક અધિકારીઓએ વાહવાહી મેળવવા માટે સરકારને ખોટા આંકડાઓ દર્શાવ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સરકારના દાવા પોકળ છે, વાહવાહી મેળવવા ખોટા આંકડા દર્શાવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર