દાંતા: ધર્મનો ભાઇ બનાવવાના વિચારથી જ કંપારી છૂટે તેવી એક ઘટના સામે આવી છે. દાંતા તાલુકાનાં ખાઈવાડ ગામની એક સગીરા (minor girl kidnapping and rape) પોતાના મામાને ઘરે ગઇ હતી. જ્યાંથી સગીરાનો ધર્મનો ભાઇ (brother) સહિત ત્રણ શખ્સો આવીને માતાની બીમારીનું ખોટું કારણ બતાવીને ત્યાંથી અપહરણ કર્યું હતું. આ લોકોએ ઇકો કારમાં અપહરણ કરીને અંબાજી, ઇડર અને ગાંધીનગરમાં લઇ જઇને ગોંધી રાખી હતી આ સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલે સગીરાએ ધર્મનાં ભાઇ સાથે ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધાવી છે.
ધર્મનો ભાઇ બળજબરીપૂર્વક લઇ ગયો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખાઈવાડ ગામે રહેતી એક સગીરાએ ગામના જશવંતભાઈ જગાજી ઠાકોર નામના યુવકને પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો હતો. સગીરા આ ભાઇને રક્ષાબંધનના દિવસે રાખડી પણ બાંધતી હતી. પરંતુ ધર્મનો ભાઇ આ બધું જ ભૂલી ગયો અને ધર્મની બહેન પર ન કરવાનું કરી નાંખ્યું હતું.
સગીરા મામાના ઘરે ડીસાના વડાવળ ગામે ખેતીના કામ માટે ગઈ હતી. તે સમયે 21 ફેબ્રુઆરીએ જશવંત સહિત ત્રણ શખ્સો સગીરાના મામાના ઘરે પહોંચી ગયા અને સગીરાને તેની માતા બીમાર હોવાનું કહી તેની માતા પાસે લઈ જવાનું કહી સગીરાને બળજબરીપૂર્વક લઇ ગયા હતા.
પહેલા અંબાજીમાં દુષ્કર્મ ગુજાર્યું
સગીરાનું ઇકો કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. તે બાદ સગીરાને વડાવળથી અંબાજી ખાતે લઇ ગયા હતા. અંબાજીના એક ગેસ્ટ હાઉસમાં સગીરાએ બનાવેલો ધર્મનો ભાઈ જશવંત સગીરાને એક રૂમમાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ ગુજારી આચર્યું હતું. તે બાદ જસવંતે પોતાના મામાનો સહારો લઇ સગીરાને ઈડર અને તે બાદ ગાંધીનગર લઇ ગયો અને ગાંધીનગર અક્ષરધામ નજીક એક ભાડાના રૂમમાં સગીરાને ગોંધી રાખી અને જશવંત અવાર-નવાર સગીરા સાથે દુષ્કર્મ ગુજારતો હતો.
જોકે, સગીરા યેનકેન પ્રકારે ત્યાંથી છૂટીને બુધવારે ભીલડી પોલીસ મથકે પહોંચી હતી. તેણે ધર્મનો ભાઈ જશવંત જગાજી ઠાકોર, દલપત દાદાજી ઠાકોર અને રણજીત વીરાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. અત્યારે તો પોલીસે સમગ્ર મામલે 3 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર