Home /News /gujarat /

ડીસા: સગીરાનું અપહરણ કરી જુદા જુદા સ્થળે લઇ જઇ આચર્યું દુષ્કર્મ

ડીસા: સગીરાનું અપહરણ કરી જુદા જુદા સ્થળે લઇ જઇ આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

બનાસકાંઠાનાં ડીસાનાં ભોંયમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ તેના પરિવાર દ્વારા જ નોંધવામાં આવી છે.

    રાજ્યમાં અનેકવાર સગીરા પર બળાત્કારની ફરિયાદ નોંધાય છે પરંતુ આ કિસ્સાઓ ઘટવાને બદલે વધી રહ્યાં હોય તેવું લાગે છે. જાણે આરોપીઓને કાયદાની કોઇ બીક જ રહી નથી. બનાસકાંઠાનાં ડીસનાં ભોંયમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ તેના પરિવાર દ્વારા જ નોંધવામાં આવી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના ડીસાના ભોંય ગામમાં 11 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભાખર ગામના હકમાજી ઠાકોરે સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીરાના પિતાએ ડિસા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

    સગીરાના પિતાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે પાંચ દિવસ પહેલા તેમની દિકરી ખેતરમાં ગઇ હતી. ત્યારથી તે ગુમ હતી. હકમાજી ઠાકોરે તેનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને તેને ડીસા હાઈવે પર છોડી ફરાર થઈ ગયો હતો. સગીરાએ આખી ઘટના પોતાના પરિવારને જણાવી હતી. તેણે એ પણ જણાવ્યું હતું કે તેની પર અલગ અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના કારણે પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

    આ પણ વાંચો: રાજકોટઃ તસવીર વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ

    પોલીસે ફરિયાદના આધારે આરોપી હકમાજી ઠાકોરની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સગીરા સાથે પણ પૂછપરછ કરી રહી છે. જેનાથી તેમને આરોપીને પકડવામાં મદદ મળી શકે.

    આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠાના ડીસામાં પાંચ શખ્શોએ તલવાર અને ધારિયા વડે હુમલો કરી લૂંટ આચરી

    થોડા સમય પહેલા બનાસકાંઠાનાં ડીસામાં ભાજપના નગરસેવકે 15 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્ય જીતુ રાણા સામે સગીર વયની કિશોરી સાથે બળાત્કારના આક્ષેપ થયા હતા. જીતુ રાણા સામે ડીસા શહેરના રેણુનગર વિસ્તારની એક પંદર વર્ષિય સગીરાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પીડિતાની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે ભાજપના સદસ્ય જીતુ રાણાએ બળજબરીપૂર્વક ઘરમાંથી ઊઠાવી જઈ દુષ્કર્મ આચર્યું હતું. ડીસા શહેરની પોલીસે નગરસેવકની ધરપકડ કરવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Banaskantha, Deesa, Kidnap, Minor girl, Molest

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन