Home /News /gujarat /

મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર હાઇવે સિક્સ-લેન બનશે

મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર હાઇવે સિક્સ-લેન બનશે

પ્રતિકાત્મક તસવીર

    અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ અમારી પ્રતિબધ્ધતા છે ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર અને મધ્ય ગુજરાતનાં મુખ્ય ચાર માર્ગોના રૂ.૬૫૬ કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે અને આ કામો ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરાશે.

    નીતિન પટેલે ઉમેર્યુ કે, વિશ્વબેંક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.૧૯૩૮ કરોડ કિંમત પૈકી રૂ.૧૦૫૦ કરોડની વિશ્વ બેંકની લોન મળશે, આ કામોમાં રૂ.૨૨૨ કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.

    તેમણે ઉમેર્યુ કે, ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિધ્ધપુર રસ્તાને ૬ માર્ગીયકરણ કરવાનું કામ રૂા. ૨૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઇ ઉંઝા-સિધ્ધપુર સુધીના ૨૫ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું ૮ માર્ગીય કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં ૧ર૦૦ મીટર જેટલી લંબાઇનો ૬ માર્ગીય ફલાયઓવર બનાવાશે. સિધ્ધપુર ગામની ૪ કિ.મી. જેટલી લંબાઇમાં ૬ માર્ગીય રસ્તા ઉપરાંત બન્ને તરફ ૭ મીટર પહોળાઇમાં સર્વીસ રોડ બનાવવામાં આવનાર છે. ઉક્ત કામગીરીથી મહેસાણા–સિધ્ધપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

    વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત સિધ્ધપુર થી પાલનપુર રસ્તાને પણ ૬ માર્ગીયકરણ ૨૧૫ કરોડના ખર્ચે કરવામાં આવશે જેમાં સિધ્ધપુર થી પાલનપુર સુધીની ૩૬કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું ૮ માર્ગીય કરવામાં આવશે જેના પરિણામે સિધ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે

    આ ઉપરાંત રૂા. ૧૨૪ કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની ૬૦ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત બે માર્ગીય રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે.

    આ ઉપરાંત, મધ્ય ગુજરાતના હાર્દસમા રૂા. ૮૬ કરોડના ખર્ચે ધોરીડુંગરી થી લુણાવાડા રસ્તાના સુધારો/ મજબૂતીકરણ / નવીનીકરણ કરવાનું કામ હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરી થી ગરસિયાવાડા અને ગરસિયાવાડા થી લુણાવાડા સુધીની ૨૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં સુધારો/ મજબૂતીકરણ / નવીનીકરણની કામગીરી તથા હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રીજના બાંધકામો પણ કરાશે. જેના પરિણામે રાજ્યના મહીસાગર અરવલ્લી જીલ્લાઓના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે. ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલ કે જે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણીવાર બંધ થઈ જતો હતો તે જગ્યાએ મેજર બ્રીજ થવાથી મહીસાગર જીલ્લાને ગાંધીનગર સાથે બારમાસી કનેકટીવીટી મળશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Highway, Infrastructure, ગુજરાત, નિતિન પટેલ, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन