Home /News /gujarat /મહેસાણાઃ વિજાપુર-શોભાસન રોડ પર કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત,2નાં મોત

મહેસાણાઃ વિજાપુર-શોભાસન રોડ પર કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત,2નાં મોત

મહેસાણાઃ વિજાપુર-શોભાસન રોડ પર કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત,2નાં મોત.

    મહેસાણાઃ વિજાપુર-શોભાસન રોડ પર આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં કારમાં સવાર ચાલક સહિત 2 યુવકનાં મોત નીપજ્યાં છે. ટ્રેલરે રોંગ સાઇડમાં આવી સામે આવેલી કારને ટક્કર મારતાં અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

    મળતી વધુ વિગત મુજબ, જ્યાં સુધી ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન નહિ થાય ત્યાં સુધી ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વધતો જ જશે. ગુજરાતમાં અકસ્માતનું પ્રમાણ વધી જતાં તંત્ર પણ ચોંકી ગયું છે અને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને જાહેરાત કરવી પડી કે અકસ્માતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે એ માટે તે કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં રૂ.50,000 સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકશે. આજે મહેસાણાના વિજાપુર-શોભાસન રોડ પર કાર અને ટ્રેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો છે. રોડ પર ટ્રેલરે રોંગ સાઈડ પર જઈ સામે આવી રહેલી કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. અકસ્માતમાં કારમાં સવાર ચાલક સહિત 2 યુવકનાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે મૃતકોનાના મૃતદેહને 108 મારફત પીએમ માટે મોકલી દીધી છે.

    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Accidentdeath, Vijapur, ગુજરાત, મહેસાણા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन