વિજાપુરમાં આંગડિયાપેઢીમાં રિવોલ્વરની અણીએ રૂ.2 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ

News18 Gujarati
Updated: April 26, 2018, 7:20 PM IST
વિજાપુરમાં આંગડિયાપેઢીમાં રિવોલ્વરની અણીએ રૂ.2 લાખની લૂંટ, ઘટના CCTVમાં કેદ
મહેસાણાઃ વિજાપુરની આંગડિયા પેઢીમાં હથિયારની અણીએ રૂ.2 લાખની લૂંટ.

  • Share this:
મહેસાણાઃ વિજાપુરની આર. શાંતિલાલ નામની આંગડિયા પેઢીમાં લૂંટનો બનાવ બન્યો છે. 4થી વધુ શખસોએ રિવોલ્વર, છરા, ડંડા જેવાં હથિયારોની અણીએ રૂ. 2 લાખની રોકડની લૂંટ ચલાવી હતી. નાણાંની લૂંટ બાદ આરોપી શખસોએ આંગડિયા પેઢીના સ્ટાફને અંદર પૂરી બહારથી તાળું મારી ફરાર થઈ ગયા છે., પણ સમગ્ર ઘટના CCTV કેમેરા કેદ થઈ ગઈ છે.

મળતી વધુ વિગત મુજબ, ગુજરાતમાં ક્રાઇમનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુનેગારો કાયદાનો કોઈ ડર રાખ્યા વગર લૂંટફાટ કરી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં લૂંટફાટ, હુમલા અને હત્યાના બનાવોમાં લગભગ બમણો વધારો થયો છે. થોડા સમય પહેલાં જ કડીની આંગડિયા પેઢીમાં બેવાર લૂંટ થઈ હતી. આજે મહેસાણા તાલુકાના વિજાપુરમાં આર. શાંતિલાલ નામની આંગડિયા પેઢીમાં આજે ચારથી વધુ અજાણ્યા શખસો લૂંટના ઇરાદે રિવોલ્વર, છરા, ડંડા જેવાં હથિયારો સાથે ઘૂસી ગયા હતા. આરોપી શખસોએ હથિયારની અણીએ આંગડિયા પેઢીમાંથી રૂ.2 લાખ રોકડા લૂંટી લીધા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આરોપીએ લૂંટ કર્યા બાદ બચાવ ખાતર આંગડિયા પેઢીના સ્ટાફને અંદર પૂરી બહારથી તાળું મારી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે તેમ જ ગુનો નોંધ્યો છે. પોલીસ CCTVના ફૂટેજના આધારે  નાકાબંધી કરી ગુનેગારોને પકડવાની તજવીજ કરી રહી છે. જો ગુજરાતમાં વધી રહેલા અપરાધસંબંધી જો યોગ્ય કાયદોનો અમલ નહિ કરાઈ તો આવનારાં વર્ષોમાં લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બની જશે. જો કાયદો મજબૂત હશે અને એમાં છટકબારી નહિ હોય તો જ લોકો ગુનો કરતાં સો વખત વિચારશે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: April 26, 2018
વધુ વાંચો
अगली ख़बर