Home /News /gujarat /ગાંધીનગર : આગામી 4 તારીખે પાટીદાર અગ્રણીઓની બેઠક , આ વિષયો પર કરાશે ચર્ચા

ગાંધીનગર : આગામી 4 તારીખે પાટીદાર અગ્રણીઓની બેઠક , આ વિષયો પર કરાશે ચર્ચા

ગાંધીનગરમાં મળનારી મહત્વની બેઠકમાં અનેક વિષયો ઉપર ગહન ચર્ચા -વિચારણા કરવામાં આવશે (પ્રતિકાત્મક તસવીર)

પાટીદારોને ( Patidar)10 ટકા ઇડબલ્યુએસ આપવામાં આવ્યું છે પણ હજુ પાટીદારો ઓબીસીમાં (OBC)સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે

ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન સમિતિ ( Patidar anamat andolan samiti)અને સરદાર પટેલ સેવાદળ દ્વારા આગામી 4 ઓક્ટોબરના રોજ ગાંધીનગર (Gandhinagar)ખાતે એક મિટિંગનું આયોજન કરાયું છે. જેમાં અનામત (anamat)વિષયે સરવે કરવા બાબત તેમજ શહીદ પરિવારોને સરકારી નોકરી તેમજ પોલીસ કેસ પરત ખેંચવા માટે ચર્ચા વિચારણા કરવા ઉપરાંત આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પાટીદારોને ( Patidar)10 ટકા ઇડબલ્યુએસ આપવામાં આવ્યું છે પણ હજુ પાટીદારો ઓબીસીમાં (OBC)સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ગાંધીનગરમાં મળનારી મહત્વની બેઠકમાં અનેક વિષયો ઉપર ગહન ચર્ચા -વિચારણા કરવામાં આવશે.

પાટીદાર સમાજને અનામતનો લાભ આપવા માટે 2015માં અનામત આંદોલન શરૂ થયું હતું . ખૂબ લાંબી લડતના અંતે આખરે રાજ્ય સરકારે 10 ટકા ઈડબલ્યુએસની જાહેરાત કરી હતી, આંદોલન સમયે 14 પાટીદાર જવાનો શહીદ થયા હતા. તેમના પરિવારને હજુ સુધી સરકારી નોકરી મળી નથી કે પોલીસ કેસ પણ પરત ખેંચાયા નથી ત્યારે આ બેઠકમાં આ મુદા પણ ચર્ચવામાં આવનાર છે. આ ઉપરાંત પાટીદાર સમાજની અનામતની માંગણી બાબતે સરવે કરવામાં આવે , શહીદ પરિવારોને સરકારી નોકરી આપવાની માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો - આગામી 30 સપ્ટેમ્બરથી ભાજપની જન આશીર્વાદ યાત્રા, જાણો કયા મંત્રી કયા વિસ્તારમાં જશે?

બિન અનામત વર્ગના નિગમ દ્વારા પડતી મુશ્કેલીની રજૂઆત કરાશે. મહિલા અનામત બાબત તેમજ ગામ , તાલુકા અને જિલ્લા લેવલે સામાજિક સંગઠન મજબૂત કરવા મુદ્દે પણ ચર્ચા કરાશે .

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવા દળના ઉપક્રમે 4 ઓક્ટોબરને સોમવારે બપોરે 1 થી પાંચ વાગ્યા સુધી યોજાનારી આ મિટિંગમાં દરેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા આંદોલનકારીઓ પણ હાજર રહેશે. આ મિટિંગ બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Patidar anamat andolan samiti, ગાંધીનગર, પાટીદાર