આ પૂર્વ ધારાસભ્ય રહે છે કાચા ઘરમાં, ખાવાના પણ છે ફાફા, કરે છે ખેતી

આ પૂર્વ ધારાસભ્ય રહે છે કાચા ઘરમાં, ખાવાના પણ છે ફાફા, કરે છે ખેતી
પોતાની વ્યથા વ્યક્ત કરતાં વિરસિંહે જણાવ્યું કે ધારાસભ્ય હતા ત્યારે અમે અરજી કરી ત્યારે કાગળો તૈયાર થતા પરંતુ પ્લોટ ફાળવવામાં આવ્યા નહીં. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

પોતાની વ્યથા વ્યક્ત કરતાં વિરસિંહે જણાવ્યું કે ધારાસભ્ય હતા ત્યારે અમે અરજી કરી ત્યારે કાગળો તૈયાર થતા પરંતુ પ્લોટ ફાળવવામાં આવ્યા નહીં. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

 • Share this:
  સાબીર ભાભોર, દાહોદઃ રાજ્યના પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલ દ્વારા રાજ્ય સરકાર પાસે પેન્શનની માંગણી કરાઈ છે. પૂર્વ ધારાસભ્યોએ ગાંધીનગરમાં એક પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કર્યા હતા કે તેમને સતત અપમાન થઈ રહ્યું છે. જો કે દાહોદ જિલ્લાની લીમખેડા બેઠક ઉપર 1972થી 1980 સુધી ધારાસભ્યપદે રહી ચૂકેલા વિરસિંહ મોહનિયાની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી સરકાર પાસે પેન્શન અને પ્લોટની અપેક્ષા સાથે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

  લીમખેડાથી 18 કિલોમીટર દૂર ખીરખાઇ ગામની એક વ્યક્તિ ભુતકાળમાં ગુજરાત વિધાનસભામાં બીરાજ્તી હશે, તેવું ત્યાની સ્થિતી જોયા બાદ સ્વપ્નમાં પણ વિચાર ન આવે, ત્યારે લીમખેડા તાલુકાના 104 બેઠક પરથી વિજેતા ભુતપૂર્વ ધારાસભ્ય વિરસિંહ ગંગજી મોહનિયા જેઓ લીમખેડા વિધાનસભા મત વિસ્તારમાંથી વર્ષ 1972થી 1980 સુધી બે ટર્મ ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે.  અહીં ક્લિક કરી વાંચોઃ પૂર્વ ધારાસભ્યોએ સરકાર પાસે પેન્શનની માંગણી કરી

  આ પુર્વ ધારાસભ્યને હાલ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યાં છે. વિરસિંહભાઇ દેશી નળિયાના મકાનમાં રહે છે. તેમના સંતાનમાં ત્રણ પુત્રો અને છ પુત્રીઓ છે. જેઓ અલગ અલગ રહે છે. વિરસિંહભાઇની પૂર્વજોની જમીન રેલ્વે લાઇનમાં દબાણમાં જતી રહ્યા બાદ સિંચાઇની સગવડ વગરની ત્રણ એકર જમીન તેમના ભાગે આવી.

  પૂર્વ ધારાસભ્ય વિરસિંહ


  પોતાની વ્યથા વ્યક્ત કરતાં વિરસિંહે જણાવ્યું કે ધારાસભ્ય હતા ત્યારે અમે અરજી કરી પરંતુ કાગળો તૈયાર થતા પરંતુ પ્લોટ ફાળવવામાં આવ્યા નહીં. આજે પણ તે ફોર્મુલા ચાલુ છે,આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હાલ છોકરા સાથે રહું છું, થોડી જમીન છે એ ખેડીએ અને ગુજરાન ચલાવીએ છીએ. પરંતુ સરકાર તરફથી કોઇ લાભ મળતો નથી.

  દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઇમાં રહેતા વિરસિંહ મોહનિયા હાલ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગરીબી રેખા નીચે આવતા હોવા છતા આ ગરીબ ધારાસભ્યને આજ સુધી ઇંન્દિરા આવાસ યોજ્ના કે સરદાર આવાસ યોજના કે સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ મળ્યો નથી.

  પૂર્વ ધારાસભ્ય વિરસિંહ નળિયાવાળા ઘરમાં રહે છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે.


  અહીં ક્લિક કરી વાંચોઃ PM મોદીનું કદ વધ્યું, ટ્રમ્પ, પુતિન અને આબે જોડે બેઠા

  ધારસભ્ય સંગઠનનું કહેવું છે કે સરકારને અનેક રજૂઆત કરવા છતા તેમની વાત કોઇ સાંભળવા તૈયાર નથી, પરંતુ વિરસિંહની દયનીય હાલત જોઇ એક એનઆરઆઇ તેમની વહારે આવ્યા, જેઓ શરૂઆતના 2 વર્ષ સુધી રૂપિયા 5000ની આપતા હતા, પરંતુ હવે એ સહાય પણ બંધ થઇ.
  First published:June 28, 2019, 21:40 pm