અંબાજીઃ ગબ્બર પાછળના બાલારામ અભિયારણ્ય વિસ્તાર બન્યો વેરાન

 • Share this:
  મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ અંબાજી વિસ્તારના ગબ્બર પાછળના જંગલ બાલારામ અભિયારણ તરીકે જાહેર કરવામાં આવેલું છે. અહીં વનવિભાગ દ્વારા દર વર્ષે હજારો વૃક્ષોને નર્સરીમાં તૈયાર કરી જંગલમાં રોપ કરવામાં આવે છે, છતાં પણ આજે ગબ્બર પાછળના જંગલ વિસ્તારમાં જંગલો વેરાન બની ગયા છે.

  જંગલ વિભાગ દ્વારા દરવર્ષે લખો રૂપિયા નો ખર્ચ કરી જંગલ ને જીવંત રાખવાના પ્રયાસો કરાય છે, એટલું જ નહીં જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પણ અહીં ચોંકાવનાર દ્ર્ષ્યો જોવા મળ્યા અનેક નાનામોટા વૃક્ષો કાપેલી હાલતમાં મળી આવ્યા, તો ક્યાંક તાજા વૃક્ષો પણ કાપેલા પડેલા જોવા મળ્યા. લોકો જંગલ વિભાગ ના કર્મચારીઓ ની આખ માં ધૂળ નાખી આ વૃક્ષો નું નિકંદન કાઢી નાખે છે ને સમય સુચકતા જોઈને તે કાપેલા વૃક્ષોને ઉપાડી જતા હોય છે, જોકે જંગલ વિભાગના એક ફોરેસ્ટર જે. એલ. પટણી સાથે વાતચીત કરતા તેમને જંગલને જીવંત રાખવાની અનેક વાતો કરી જ્યાં જંગલમાં કોઈ અનધિકૃત પ્રવેસી જાયે તો તેમની સામે કાર્યવાહી પણ કરવાની વાત કરી હતી.

  આમતો જંગલ ખાતાના આધિકારી દ્વારા જણવ્યા મુજબ જંગલમાં કપાતા લાકડા કે વરસાદી હોનારતમાં પડી ગયેલા વૃક્ષોને જંગલ ખાતું લઇ જતું નથી ને જંગલમાં જ પડ્યા રાખવા માટેના નિર્ણય કરાયા હોવાનું જણાવ્યું પણ જંગલ વિભાગના એક જગ્યામાં કપયેલા વૃર્ક્ષોના ઢગલા પણ જોવા મળ્યા. જોકે જે રીતે દરવર્ષે હજારો વૃક્ષોનુ વાવતેર જંગલમાં કરાય છે જો તેની સંપૂર્ણ પણે સારસંભાળ લેવાઈ હોત તો આજે આ ભેંકાર ભાસતા જંગલો માત્ર ડુંગરાજ દેખાઈ રહ્યા છે તે ના દેખાત ને હાલના જંગલ જોતા પર્યાવરણની કચાસ રહી હોય તેમ લાગી રહ્યું છે.
  Published by:Sanjay Vaghela
  First published: