મિતેષ ભાટીયા, મહીસાગર : આજે દેશભરમાં લોકો 75મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. ભારતને આઝાદી મળી તેનું ૭૫મું વર્ષ શરૂ થઈ રહ્યું હોવાથી વર્ષ દરમિયાન દેશમાં આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવાશે. અલગ અલગ ક્ષેત્રોમાં તેની ઉજવણી શરૂ થઇ ગઇ છે. ત્યારે આજે આપણે આદિવાસીઓની શહાદતનો આ કિસ્સો વાગોળીયે. આઝાદી પહેલા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા ગુરુગોવિંદની (GuruGovind) આગેવાનીમાં અનેક લોકોએ શહાદત વહોરી હતી. અંગ્રેજો સામે આઝાદીની લડત ચલાવતા ચલાવતા 1500થી પણ ઉપરાંત આદિવાસી (Adivasi) લોકો દેશ માટે શહીદી વહોરી છે. જે આજે પણ માનગઢ ધામ ખાતે અનેક પ્રતિમાઓ બનાવી શહાદતને જીવંત રાખવામાં આવી છે. આ શહાદતમાં મુખ્ય ગુરુ કહેવાતા ગુરુગોવિંદ ભિલોનો ભેરૂ. એટલે જ તો ગોવિંદ ગુરૂ અને માનગઢ ધામથી (Mangadh Dham) આજે પણ ઓળખાય રહ્યા છે.
ગુજરાતના મહીસાગર જિલ્લાનો સરહદી રાજેસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલું માનગઢ ધામ આ વિસ્તારના માનવીઓના, મહામાનવ આદિવાસીઓમાં આસ્થા શ્રદ્ધાનું પ્રતિક છે. ગુજરાત - માળવા રાજસ્થાન - મધ્યપ્રદેશના પ્રદેશોમાં પથરાઈ ગુરૂ ગોવિંદની અમરવાણી આજે પણ ગામેગામ ગુંજી રહી છે. પૂર્વજોની શહાદતને ૧૦૧ વર્ષે સલામ.
અંગ્રેજોની બર્બરતા સામે ભીલોનો ભરોસો
માનગઢના ઇતિહાસને ઢંઢોળતા અંગ્રેજોની બર્બરતા સામે ભીલોનો ભરોસો અને ગુરૂના ગામઠી જીવન શૈલી ગુરૂ વાણી, પગપાળાથી પૈગામ જીવન, પરાક્રમ , જેલવાસ, કષ્ટ અને કટિબદ્ધતા સ્વાતંત્રની ચાહના સાથે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવા માટે સંપ સભાના નામે ‘ભગત આંદોલન' ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિસ્તારમાં જનઆંદોલિત થઈ ગુરૂવાણીના રૂપમાં સંતવાણીના સથવારે પહાડી પ્રદેશમાં પ્રકાશની જેમ પથરાઈ ચૂક્યું હતું.
ગોવિંદગુરૂનો પરિચય
માનગઢ ક્રાંતિના પ્રણેતા એવા શ્રી ગોવિંદગુરૂને સત્ સત્ નમન. ગુરૂ ગોવિંદનો જન્મ વણઝારા કુટુંબમાં સ્વાતંત્ર્ય પૂર્વે થયો હતો. ભારતદેશમાં રાજસ્થાન રાજ્યના ડુંગરપુર રજવાડામાં વેદસા ગામમાં આશરે ઈ.સ. ૧.૮૯૩માં જન્મ થયો હતો. તેમને બાળપણમાં લોકો ગોવિંદા કહીને બોલાવતા હતા. માતાનું નામ માણકી ( કુશાલીબેન ) અને પિતાનું નામ વણઝારા બેચરગિરી હતુ. ગુરૂ ગોવિંદના માતા પિતાએ તેમનો આધ્યાત્મિક સંસ્કાર આપી ઉછેર કર્યો હતો. નાની વયે શિવમંદિરના પૂજારી પાસે રામચરિત માનસનું શ્રવણ કબીર સાહેબના દોહા સાંભળતા. રામાપીરના આખ્યાનના બોધપાઠને જીવનમાં ઉતારવા વાંસિયા - વેડસા ગામમાં ભીલો આદિવાસી છોકરાઓને ભેગા કરી ગામઠી ભાષામાં ભગવાનની કથાઓ વાર્તાઓ કરતા. તેમના મધુર અવાજે રસાળ શૈલીથી આકર્ષાઈને બાળકો ટોળે વળગી પડતા આદર ભાવથી, જોવા લાગ્યા .
વણઝારા જાતિ વિચરતી જાતિ છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ ઢોર અને અન્ય ચીજોનો વેપાર કરતા , જેથી વ્યાવસાયિક સાથે વાગડ માળવા - ધાર માંડુ સુધી ફેલાયો હતો. અનેક લોકોના સંપર્કમાં આવતા આવા પરિબળોના કારણે વ્યાવસાયિક જ્ઞાન ખૂબ જ તેજ અને દિવ્ય બન્યું પણ ભીલોનો ભેરૂ ગોવિંદાને રાજા - રજવાડા - સામંતો દ્વારા ભીલોનું શોષણ સહન થતું નહીં . તેથી હૃદય દ્રવી ઊઠતું હતુ. તેઓ સાધુ બની ન જાય તે માટે ઈ.સ. ૧૮૭૮માં નાની ઉંમરે ૨૦ વર્ષે લગ્ન કરી નાખ્યા હતા. સદ્દનસીબે ધનીબેન જેવા ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિકવૃત્તિવાળા પત્ની મળ્યાં . ઈ.સ. ૧૮૮૧ માં સ્વામીદયાનંદ સરસ્વતીની કાંતિકારી વિચારધારાને આવકાર મળવા લાગ્યો . સમગ્ર ભારતમાં સ્વામી છવાઈ ગયા.
છપ્પનીયા દુષ્કાળ દરમ્યાન લોકસેવાના અનેક કાર્યોમાં લાગ્યા
મહર્ષિની રાજસ્થાનમાં ઉદેપુરની મુલાકાત વેળાએ ભીલોના લોકપ્રિય એવા ગોવિંદ ગુરૂને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મહર્ષિને માન આપી ગુરૂ ગોવિંદના પત્ની ધનીબેન સાથે ઉદેપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઘણો સમય ચર્ચામાં વિતાવ્યો. બંનેને ઉચ્ચ કક્ષાનું જ્ઞાન આપ્યું. જ્ઞાનનો પ્રકાશ રોશની કિરણની જેમ તેજગતિથી નીકળવા લાગ્યો . અંગ્રેજો સામેના વિપ્લવની પ્રેરણા સ્વામી દયાનંદ , પાસેથી મળી . ત્યારબાદ પૂજ્ય મહાત્મા ગાંધીજીને ગુરૂ ગોવિંદ મળ્યા અને ઈ.સ. ૧૮૯૨ માં ‘ ભગત પંથનો ' શુભારંભ કર્યો . ઈ.સ. ૧૮૯૯-૧૯૦૦માં છપ્પનીયા દુષ્કાળ દરમ્યાન લોકસેવાના અનેક કાર્યોમાં લાગ્યા અને ઈ.સ. ૧૯૮૨માં નટવા ગામે એક શ્રી રાજગિરી નામના સાધુની મુલાકાત થઈ .
જીવનના બે સૂત્રો
દશનામી અખાડાના અઘોરી મહાત્મા ગોવિંદ ગુરૂની પરોણાગતથી ખુશ થઈને તેમને જીવનમાં સફળતા માટે બે સૂત્રો આપ્યાં . પહેલું હતું પરમાત્મા એક જ છે , બીજું હંમેશાં સત્ય બોલો . ધાર્મિક ગુરૂ શ્રી રાજગિરીએ પોતાના સંપ્રદાયમાં દીક્ષા આપી અને જીવતાં સમાધિ લેવાનું રહસ્ય સમજાવ્યું . તેમણે જીવતાં સમાધિનો અનુભવ કર્યો . તેમને સફળતા સાંપડી , ભીલ સેવા મંડળ ચલાવતા ઠકકરબાપાને મળ્યા અને સેવાકાર્ય આરંભ્ય પણ બાપાનું સ્વપ્ન ભગત સંપ્રદાય અને અધ્યાત્મિક વિચારધારા સાથે ભીલોનો ઉદ્ધાર કરવા માંગતા હતા . વિચાર ભેદના કારણે બંનેની પ્રવૃત્તિનો હેતુ ફેર થઈ જશે તેમ માની ઠક્કરબાપાની લાગણીને માન આપી વિદાય લઈ લીમડીના કંબોઈ ગામ તરફ પ્રયાણ કર્યું અને સને ૧૯૦૨ થી ૧૯૦૭ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સમાજ સુધારાની પ્રવૃત્તિઓ કરવા માટે ૧૯૦૫ માં સંપ સભાની સ્થાપના કરી . સને ૧૯૮૬ માં ડુંગરપુરની જેલમાં ગોવિંદ ગુરૂને અંગ્રેજોએ જેલમાં મોકલ્યા . જેલ મુક્તિબાદ ફરી સંતો - મહંતોના સંપર્કમાં જોડાયા .
સૂરમદાસજી સાથેના સંબંધો
ગુજરાતના શામળાજી નજીકના લુસડીયા ગામમાં જન્મેલા શ્રી સૂરમલદાસ ખાડીએ ૧૯ મી સદીની શરૂઆતમાં વિશુદ્ધ ધર્મ પર આધારિત એક આંદોલન શરૂ કરેલું અને પોતાનો ‘ રામદલ ' નામનો એક નવો જ પંથ સ્થાપ્યો હતો . આ પંથની આગવી ઓળખ એ હતી કે તેમના અનુયાયીઓ ખભે જનોઈ ધારણ કરતા હતા . પરંતુ પોતાને બ્રાહ્મણ કહેવડાવતા નહોતા . તેમનો પંથ જેમ જેમ પ્રચલિત થતો ગયો તેમને ડામી દેવા માટે અંગ્રેજોએ પ્રયત્નો કર્યા . સૂરમલદાસજી જીવન સાથે ચમત્કારિત દંત કથાઓ પણ વણાયેલી છે . ગુરૂ ગોવિંદ અને સૂરમલદાસજી સમકાલીન હોવા છતાં તેમના મૃત્યુ બાદગુરૂ ગોવિંદનો યુગ શરૂ થયો . હજારો લોકોને ખબર પડી કે ગુરૂ ગોવિંદપધાર્યા છે . તો લોકોના ટોળેટોળાં ગામેગામથી ઉમટી પડતાં . આ લોકોમાં શ્રી કુરિયાભાઈ ખૂબ જ અગ્રેસર હતા . બાદમાં તેમણે ગોવિંદ ગુરૂની ભગતાઇની કંઠી બાંધીને તેમના પાટવી શિષ્ય બન્યા . આ બંને સંતોનો મૂળ ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તમાન બદીઓ દૂર કરવાનો , લોકોમાં જનજાગૃતિ લાવવી અને લોકોને સાચે રસ્તે લાવીને સમાજ સુધારો કરવાનો હતો
ભગત પંથની ધૂણી પર સાત રંગની ધજાઓ હોય છે
ગુરૂ ગોવિંદ પોતે નિરક્ષર હોવા છતાં પોતે એવી ખેવના રાખતા હતા કે પોતાના ભાત ભાઈઓ સુશિક્ષિત બને અને સુસંસ્કારી બને જેથી શોપણ વિહિન અને સમરસ સમાજની રચના કરી શકાય . સંપ સભાના નામે ' ભગત આંદોલન ગોવિંદ ગુરૂની લોકપ્રિયતા અને . બહોળો વી કાર થતાં તેમના શિષ્યો ગુજરાત , રાજસ્થાન , મધ્યપ્રદેશના આદિવાસી ભીલ ગામોમાં પવનની જેમ વિસ્તર્યું . દયાનંદ સરસ્વતીના ઉપદેશોથી પ્રેરાઈને અને વિશાળ ફલક પર વિસ્તરેલા શિષ્યો એક અને નેક બનીને રહે તે હેતુથી તેમણે સંપસભાની રચના કરી હતી . ભગત આંદોલનના માધ્યમથી ૧૮00 ધૂણીઓ ૭૨ જેટલા જનકલ્યાણ કેન્દ્રો દ્વારા આદિવાસી સંપસભાની સ્થાપના કરી . ૭ લાખ ભક્તોનું જનજાગરણ કરી આદિવાસી સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો . દેશ ભક્તિ અને સનાતન હિન્દુ ધર્મની ધાર્મિકતા દેઢ કરી તેમને સંગઠિત કર્યા . આ સંપસભામાં તેમણે જુદા જુદા ગામોમાં કોટવાળોની રચના કરી હતી . આ કોટવાળોને મુખ્ય શિષ્યોનો દરજ્જો આપવામાં આવ્યો અને ત્યાં ધૂણીની સ્થાપના કરી . સને ૧૯૦૭ થી દર વર્ષે માનગઢની તળેટીમાં માગસર માસની પૂનમના દિવસે ભરાતા વિશાળ મેળા દરમ્યાન જ સંપસભાનું વાર્ષિક અધિવેશન ભરાતું હતું .
રાજસ્થાનના શિરોહી જિલ્લાના ગેઝેટમાં ઈ.સ. ૧૯૦૫ માં સંપસભાઓ ભરાઈ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે . ગુરૂ ગોવિંદની આ સંપસભાઓ ધીરે ધીરે વિશાળ રૂપ ધારણ કરતાં રાજકીય સંગઠનના સ્વરૂપમાં બદલાઈ રહી હતી . આ સંગઠનમાં મુખ્યત્વે ચાર બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો . ( ૧ ) ભીલોને ધર્મનો પ્રચાર કરવા સંગઠિત કરવા ( ૨ ) પંચાયતી રાજની સ્થાપના કરવી ( ૩ ) વેઠ અને મજૂરી કરવી નહી ( ૪ ) ભારત માતા કી જયનો નાદ દેશ ભક્તિ ગોવિંદ ગુરૂએ પોતાના આ સંગઠન કામને બે ભાગમાં વહેંચી નાખ્યા હતા . પ્રથમ કામ ગઠન કરનાર માણસોના સંરક્ષણ માટે નવયુવાનોના સંરક્ષણ જૂથની રચના કરી હતી . આ જૂથ ના અધ્યક્ષપદે પારગી પૂજાભાઈ ધીરાભાઈની નિમણૂંક કરી હતી . આ બની ને ય પાસે ગણવેશ ને હથિયારો હતા . તેઓ જરૂર જેટલી . પરેડ પણ કરતા હતા તેઓ લાલ રંગનો ધ્વજ રાખતા હતાં . તે વખતે લાલ રંગ હનુમાનજીનું પ્રતિક ગણવામાં આવતું હતું .
ધર્મનો પ્રચારને નવ ભાગમાં વહેંચવામાં આવ્યુ
સંપસભાનું બીજું અગત્યનું કાર્ય ધર્મનો પ્રચાર કરવાનું હતું . આ કાર્યને નવ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું . ( ૧ ) ધાર્મિક પાટ - પૂજા અને ભગતો બનાવવાની જવાબદારી કુરિયા ભગત સુરાતા ડુંગરપુરને જવાબદારી સોંપી . ( ૨ ) પશુઓની દેખરેખ તથા સારવાર જયંતિભાઈ ભગત ગામ ડાકોરને જવાબદારી સોંપી . ( ૩ ) આત્માની શાંતિ માટેની પાટ - પૂજા શ્રી વાલાભાઈ ગામ ડાકોરને જવાબદારી સોંપી . ( ૪ ) ધૂણીઓની પ્રતિષ્ટા - લેબાભાઈ ભગત ગામ સુંદરાવ ( ૫ ) કૂવાઓ ખોદવાનું ખોદણ કામ શ્રી કલજી ભગત વાંસિયા ડુંગરપુર ( ૬ ) ધર્મનો પ્રચાર - શ્રી જો રાવજીભાઈ ભગત વાવડીને ( ૭ ) પોલીસ ( સિક્યોરિટી ) શ્રી પૂજાભાઈ ધીશભાઈ પારગી ગામ ડુંગર સંતરામપુરને જવાબદારી ( ૮ ) જંગલો અને પર્યાવરણ -શ્રી થાવરા ભગતનવાગામ તથા ગલીયા ભગત વડાને જવાબદારી ( ૯ ) શિક્ષણ - શ્રી ભલજીભાઈ વાલજીભાઈ પારગી ગામ ભંડારા સંતરામપુરને સંપસભાની સ્થાપના મૂળ સંગઠન અને સ્થાપના ડુંગર ગામના પૂજાભાઈ ધીરાભાઈ પારગીએ કરી હતી .
૯00 માણસોની ધરપકડ
ત્રણ રાજ્યોમાં આદિવાસી સમાજમાં જાગૃતિની જ્યોત જગાડી , ભજન મંડળીઓ સાથે શંખનાદ ગુરૂના સાથી એવા સર્વે શ્રી પૂજા પારગી , રંગજી મછાર , પરથીંગ , મના કાળુ પાંડોર અને આદિવાસી શિષ્યો તથા . આગેવાનો ગામે ગામ પહોંચવા લાગ્યા . નવ યુવાનોએ એક સંપ કરીને અંગ્રેજી શા રાનના અમાનવીય અત્યાચારોનો સામનો કરવાની જવાબદારી સ્વીકારી . ગુરૂ ગોવિંદ અને તેમના શિષ્યો વિરુદ્ધ યુદ્ધ કરવાના આરોપસર કાર્યવાહી હતી કે ન અંગેજો દ્વારા અદાલતની કાર્યવાહી કરવામાં આવી હતી . ગુરૂની સાથે જ ધીરા પારગી સહિત ૯00 માણસોની ધરપકડ કરવામાં આવી હતી . તેમને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા . ૮00 વ્યક્તિને એક સપ્તાહ બાદ પૂછપરછ કરીને છોડી દેવામાં આવ્યા . 90 લોકોને જે મુખી પટેલ હતા તેમને સ્થાનિક દેશી રજવાડાઓને સોંપી દેવામાં આવ્યા હતા . 30 માણસોને સંતરામપુર અને વાંસવાડાની મંજૂરીથી ભારત સરકારે તારીખ ૨ જી ફેબ્રુઆરી ૧૯૧૪ ના રોજ કેસ દાખલ કર્યો , કેસ ચાલ્યો . રાજદ્રોહનો . આરોપ મુકાયો .
૧૫09 લોકોએ શહાદત વહોરી
માનગઢ હત્યાકાંડ તા . ૧૭-૧૧-૧૯૧૩ના રોજ સવારે ૮-૩૦ કલાકે સૈનિકોએ ગોળી ચલાવવાનો પ્રારંભ કર્યો . દક્ષિણવાળી ઘાટીમાં રહીને સૈનિકોએ મશીનગન , રાયફલ , હથિયારધારી પોલીસ , ઘોડેસવાર સૈનિકો આક્રમક બની આદિવાસીઓ પર તુટી પડયા અને ગોળીબાર કર્યો . ૧૦ વાગ્યા સુધી ગોળીબાર ચાલ્યો અંદાજે ૯૦૦ જેટલા માણસોએ આત્મ સમર્પણ કર્યું . લોકવાયકા મુજબ દોઢ લાખ જેટલા ભીલો એકત્રિત થયા હતા . જેમાં ૧૫09 લોકો માર્યા ગયા . શહાદત વહોરી લીધી હતી . જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતાં અનેકગણી સંખ્યા આ હત્યાકાંડમાં થઈ હતી . જેમાં સ્ત્રી - પુરુષ પણ હતા જેમાં કેટલાક શહીદોનાં નામો છે . જેમાં સર્વશ્રી હાલાજી , વિસન્યા ફુલજી ભગત , શ્રીમતી અમરી , શ્રીમતી સુગની , શ્રીમતી કમલી , શ્રીમતી પાનો , શ્રીમતી મંગળી વગેરે આદિવાસી મહિલાઓ એ પણ શહીદી વહોરી . આ શહીદોને શત્ શત્ નમન અને શતાબ્દી સમયે શબ્દોના સાથિયાથી . યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પીએ. એમના અમર આત્માને ઈશ્વર શાંતિ અર્પે . ખુમારી ખમીરી કાયમ રહે સો વર્ષે હજારો આત્માઓને સો સો સલામ . આદિવાસી બલિદાન દિવસે કહી દીપ જલે કહી દિલ જલે ... સરકાર દ્વારા તાજેતરમાં જ ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની . સ્થાપના કરવામાં આવી છે . શિક્ષણ જગતમાં ગોવિંદ ગુરૂ સદાયને માટે યાદ રહેશે અને મહાવિદ્યાલયને આપેલું નામ યથાયોગ્ય છે .
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર