શ્રદ્ધાળુએ અંબાજી મંદિરમાં નકલી અમુલ ઘીનો 15 કિલોનો ડબો ભેટ આપ્યો!

News18 Gujarati
Updated: October 3, 2019, 7:40 PM IST
શ્રદ્ધાળુએ અંબાજી મંદિરમાં નકલી અમુલ ઘીનો 15 કિલોનો ડબો ભેટ આપ્યો!
શ્રદ્ધાળુએ આપેલા અમુલ ઘીના ડબ્બાની તસવીર

ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી તાબડતોબ અંબાજી મંદિર ખાતે પહોંચી સિલ પેક અમુલ બ્રાન્ડના 15કીલો ઘીના ડબ્બાને ખોલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Share this:
મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ આજે અંબાજી મંદિર ટ્રસ્ટમાં (Ambaji Temple Trust) એક શ્રદ્ધાળુ દ્વારા અમુલ ઘીનો 15 કિલોનો ડબો પ્રસાદ પૂજાપા માટે ભેટ અર્પણ કરાયો હતો. પણ આ અમુલ બ્રાન્ડનો ઘીનો ડબો બનાવટી હોવાની શંકાને લઈ પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ વિભાગને (Department of Food and Drugs) બનાવટી ઘી (Ghee)વેચતા હોવાની ફરિયાદ કરાઈ હતી.

ઘટનાના પગલે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી તાબડતોબ અંબાજી મંદિર ખાતે પહોંચી સિલ પેક અમુલ બ્રાન્ડના 15કીલો ઘીના ડબ્બાને ખોલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ સેમ્પલ લઈ હાલ બરોડા ખાતે એફએસએલમાં (FSL) લેબોટ્રી અર્થે મોકલવામાં આવશે તેમ અધિકરીએ જણાવ્યું હતું

જોકે આ અમુલ બ્રાન્ડ ઘીનો ડબો મંદિર નજીક આવેલી ગણપતિ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીધ્યા હોવાનું માલુમ પડતા તે દુકાનદારને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે આ વેપારીએ જણાવ્યું હતું કે અંબાજીના ગુજરાત ટ્રેડિંગ નામના વેપારી આ અમુલ ઘીનો ડીલર છે. અમે તેની પાસેથી લાવીને વેચાણ કરીયે છીએ. જોકે આ બાબતે પાકા બિલ પણ ન અપાતા હોવાની હકીકત સામે આવી હતી. જેને લઈ અંબાજીના બજારમાં બનાવટી ઘી જેવી વસ્તુ જ નહ. પણ જી એસ ટી (GST) જેવા સરકારી ટેક્સની ચોરી થતા હોવાની બાબતનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચોઃ-અંબાજી બસ અકસ્માતનાં મૃતકોનાં પરિવારને CM રૂપાણીની 4 લાખ રૂ.ની સહાયની જાહેરાત

જોકે હાલમાં દિવાળીના તહેવારો (Diwali festival) માથે આવી રહ્યા છે. ત્યારે એક તરફ મોંઘવારી અને બીજી તરફ આવી બનાવટી ચીજવસ્તુઓ અને તે પણ અસલીનો ભાવ લેવાતો હોવાથી લોકોને આર્થીક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય બને સાથે ચેડાં કરાઈ રહ્યા છે.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर