ઈશાન પરમાર, હિંમતનગર: સાબરકાંઠા (SSabarkantha) જિલ્લાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતીને વિધર્મી યુવકે ત્રાસ ગુજાર્યો હતો. જેને લઇ યુવતીએ (Girl suicide) ઘરે દવા પી જઇ આત્મહત્યા કરી લીધી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે (Himmatnagar Rural police) વિધર્મી યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. યુવકના મોબાઇલમાં રહેલી તસ્વીરો યુવતીના જીવ ત્યજવા માટે મજબૂર બનાવતો આ કિસ્સો યુવતીઓને માટે લાલબત્તી સમાન છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતી પર સ્થાનિક વિધર્મી યુવકે ત્રાસ ગુજાર્યો હતો. વિધર્મી યુવકે યુવતીને પોતાની જાળમાં ફસાવીને યુવતીના ફોટો પોતાની પાસે રાખી લીધા હતા. જે ફોટોગ્રાફના આધારે અવારનવાર યુવતી પર દબાણ કરતો હતો અને બદલામાં તે તસ્વીરોને જાહેર કરી દેવા માટેની વાત કરતો હતો. જેને લઇને યુવતી પર માનસિક દબાણ વધતુ જવા લાગ્યુ હતુ. યુવતીએ તેનો મોબાઇલ નંબર બ્લોકમાં રાખી દેવા છતાં તેની પર સતત દબાણ કરતા આખરે યુવતીએ પોતાની અને પરિવારની બદનામીના ડરે ઘરે જ દવા પીને આત્મહત્યા કરી લેવાનુ પગલુ ભર્યુ હતુ.
હિંમનતગરના ડીવાએસપી, કે.એચ. સૂર્યવંશીનાં જણાવ્યા પ્રમાણે, યુવતીના અંતિમસંસ્કાર બાદ યુવતીના પરિવારે તેનો ફોન તપાસતા તેમાંથી વિધર્મી યુવકના મેસેજ જોવા મળ્યા હતા. જે સંદેશાઓ યુવતી પર દબાણ વર્તાવી રહ્યા હતા. જેને લઇને યુવતીએ આત્મહત્યા કરી હોવાથી પોલીસ મથકે પહોંચી પરિવારે યુવક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
યુવતી પર ત્રાસ ગુજારવાને કારણે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપી મસી અબ્બાસ મહંમદ નામના યુવક સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને તેનો મોબાઇલ ફોન એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આમ મોબાઇલમાં લીધેલી તસ્વીરો યુવતીના જીવની વેરી બની હતી અને યુવતીએ આખરે પોતાનો જીવ ત્યજવા મજબુર બનવુ પડ્યુ હતુ.
થોડા વખત પહેલા દમણમાં પણ વિધર્મી યુવકનો ત્રાસ ગુજારતો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વિધર્મી યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. નાની દમણના ખારીવાડ વિસ્તારમાંથી 14 વર્ષની સગીરાને વિધર્મી યુવકે નામ બદલીને ભગાડી ગયો હતો. જોકે, પોલીસે આરોપી અને કિશોરીને દૂણેઠાથી શોધી કાઢ્યા હતા.આરોપીને કોર્ટમાં રજુ કરતા જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
" isDesktop="true" id="1119989" >
નાની દમણના ખારીવાડ સ્થિત હોટલ રાજપેલેસ નજીક આવેલી તારા ટેરેસ એપાર્ટમેન્ટમાં રહેતો 19 વર્ષનો રોની ઉર્ફે રાજીવ ગફારખાન કેટલાક સમયથી હિન્દુનું નામ ધારણ કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવવાનું કામ કરતો હતો. શનિવારે સગીરા પોતાના ઘરનો બહારથી દરવાજો બંધ કરીને કંપાઉન્ડ વોલ કૂદીને આરોપી સાથે ભાગી ગઇ હતી.