Home /News /gujarat /લવ જેહાદ સામે કડવા પાટીદારોનું કડક વલણ, લગ્ન નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરવા રજૂઆત કરશે

લવ જેહાદ સામે કડવા પાટીદારોનું કડક વલણ, લગ્ન નોંધણી સમયે માતાપિતાની સહી ફરજિયાત કરવા રજૂઆત કરશે

ભાગીને લગ્ન કરતી દીકરીની લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની રજૂઆત કરાશે,

Mahesana News: ભાગી જતી દીકરીઓ માટે સરકારમાં કાયદો બનાવવા તેમજ તેને નકારવામાં આવે તો આવી દીકરીઓનો માતા- પિતાની મિલકતમાંથી આપોઆપ હિસ્સો નીકળી જાય તેવો કાયદો બનાવવા રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો.

મહેસાણા: લવ જેહાદ (Love Jihad in Gujarat) સહિતની વધતી પ્રવૃતિ અંગે પાટીદાર સમાજનું (Patidar) કડક વલણ સામે આવ્યું છે. 84 કડવા પાટીદાર સમાજે દીકરીઓની લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજીયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. ચોરાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે રવિવારે સમાજના પ્રમુખ જશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી.

ભાગી જતી દીકરીઓ માટે કડક કાયદો લાવવાની તૈયારી

આ કારોબારીમાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં ઊંઝા ખાતે શરૂ થયેલી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું નામ ઊંઝાના ધારાસભ્ય અને સમાજની દીકરી સ્વ. આશાબેન પટેલ સાથે જોડવા માટે, માતા-પિતાની સંમતિ લેવાઇ હતી. આ સાથે ભાગી જતી દીકરીઓ માટે સરકારમાં કાયદો બનાવવા તેમજ તેને નકારવામાં આવે તો આવી દીકરીઓનો માતા- પિતાની મિલકતમાંથી આપોઆપ હિસ્સો નીકળી જાય તેવો કાયદો બનાવવા રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો - રાજકોટમાં સગી માએ પ્રેમી સાથે મળીને 11 વર્ષની દીકરી સાથેના દુષ્કર્મની છૂપાવી વાત, અંતે થઇ આરોપીઓની ધરપકડ

તો મિલકતમાંથી પણ હિસ્સો નહીં મળે

આ અંગે સમાજના પૂર્વ પ્રમુખ ડી.એમ.પટેલ, લાલભાઇ પટેલ, તમામ તાલુકા પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતુ કે, દરેક સમાજમાં દીકરીઓ ભાગીને લગ્ન કરવાની ઘટનાઓ બને છે. જે ચિંતાજનક છે. આ મુદ્દે આગામી સમયમાં અન્ય સમાજોને પણ સાથે રાખી સંમેલન બોલાવીશું અને સરકારમાં ભાગીને લગ્ન કરતી દીકરીની લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવી અને તેને નકારવામાં આવે તો આવી દીકરીનો હિસ્સો માતા-પિતાની મિલકતમાંથી આપોઆપ નીકળી જાય તેવો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે.ગુજરાતમાં લવ જેહાદ માટે શું છે કાયદો?

ગુજરાતમાં લવ જેહાદ માટે રુપાણી સરકારે કાયદો બનાવ્યો હતો. આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.કોઇપણ વ્યક્તિ કપટ,બળપૂર્વક આૃથવા લાલચ આપી લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહીં. આ ગુનામાં મદદ કરનાર કે સલાહ આપનારને પણ સમાન પ્રકારે દોષિત ગણવામાં આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને ચારથી માંડીને સાત વર્ષની કેદ ઉપરાંત ત્રણ લાખ સુધીની દંડ થશે. ગુજરાતમાં વડોદરા સહિત અન્ય વિસ્તારમાં બળજબરીથી લગ્ન કરાવી ધર્મ પરિવર્તનના કિસ્સા વધતાં ખુદ ભાજપના ધારાસભ્યોએ જ સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે યુપીની જેમ ગુજરાતમાં ય લવ જેહાદનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.
First published:

Tags: Marriage, Patidar power, ગુજરાત, મહેસાણા