કોરોના મહામારીમાં (corona pandemic) ઓક્સિજની (Oxygen scarcity) અછત સર્જાતા અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એમેરિકામાં (US) સ્થિત પાંચ ગામ લેઉવા પાટીદાર (leuva Patidar) સંગઠન દ્વારા પાટણ તાલુકાનાં બલિસાણા, સંડેર, મણુંદ અને વિસનગર તાલુકાનાં ભાન્ડુ અને વાલમ ગામ માટે અમેરિકાથી 40 લાખ રુપિયાની કિંમતનાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર (oxygen concentrator machine) મશીનની ખરીદી કરવામાં આવી છે. જે શનિવાર સુધીમાં ભારત આવવાની ગણતરી છે.
ક્યા કેટલા મશીન મોકલાશે?
મહામારીની કપરી પરિસ્થિતિમાં પાંચ ગામનાં લેઉવા પાટીદાર સમાજનાં લોકો વતનની વહારે આવ્યાં છે. તેમણે અમેરિકામાં 110 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદ્યાં છે. 40 લાખ એટલે કે, 50,000 ડોલરનાં ખર્ચે ખરીદાયેલા આ મશીનો ભારતમાં થોડા જ દિવસોમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ મશીનો પૈકી પાટણ તાલુકાના બાલિસાણામાં 25, સંડૈરમાં 17, મણુંદમાં 17 અને વાલમ ગામમાં 25 આપવામાં આવશે. જ્યારે બાકી રહેલા નવ મશીનો રિઝર્વમાં મૂકવામાં આવશે.
પાટણ જિલ્લાનાં વિકાસ અધિકારી ડી.કે. પારેખે જણાવ્યું કે, બાલિસણા અને મણુંદ ગામમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યાં છે. જેની મુલાકાત લીધી હતી. ત્યાં ડૉક્ટર પણ મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત દર્દીઓને દવા, સંગીત, યોગ, જ્યુસ જેવી સુવિધાઓ મળી રહે તે અંગેની તૈયારીઓ પણ ચાલી રહી છે. અમેરિકાથી આવનારા ઓક્સિજન મશીન પણ અહીં મુકવામાં આવશે.
આ અંગે મણુંદ ગામનાં અગ્રણી દિક્ષિતભાઇ પટેલ જણાવે છે કે, કોરોનાનો કોઇ દર્દી ઓક્સિજનના અભાવે જીવ ન ગુમાવે તે પ્રાથમિકતા છે. અમેરિકા સ્થાયી થયેલા પાંચ ગામનાં લેઉવા પટેલના સેવાભાવી સભ્યોએ ઓક્સિજન મશીન ઉપરાંત દવાઓ કે કોઇપણ જરૂરિયાતની મદદ કરવા માટે તૈયાર છે.