મેવાણીની આઝાદી કૂચ રેલી કેસમાં રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણા કોર્ટનું વોરંટ

News18 Gujarati
Updated: July 8, 2019, 4:00 PM IST
મેવાણીની આઝાદી કૂચ રેલી કેસમાં રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણા કોર્ટનું વોરંટ
મહેસાણામાં યોજાયેલી આઝાદી કૂચની ફાઇલ તસવીર

જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 12 વ્યક્તિ વિરુદ્ધ મહેસાણામાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો, કોર્ટની મુદતમાં હાજર ન રહેવાથી રેશ્મા વિરુદ્ધ વોરંટ નીકળ્યું

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : પાટીદાર અનામત આંદોલન વખતે પાસના સંયોજક હાર્દિક પટેલ તરફી ધારદાર રજૂઆતો કરી અને ગુજરાતના રાજકારણમાં ચમકેલા રેશ્મા પટેલની મુસીબતમાં વધારો થયો છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણામાં નોંધાયેલા એક ગુનામાં કોર્ટે વોરંટ કાઢ્યું છે. રેશ્મા પટેલ વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં કેટલાક આંદોલનો થયા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ મહેસાણામાં વડગામના હાલના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એક આઝાદી કૂચ રાખી હતી. આ આઝાદી કૂચ વખતે રેશ્મા પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો :  પ્રદિપસિંહે રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું,'1 બાળક 2014માં 44 માર્કે પાસ થયો હતો'

આ કેસમાં કોર્ટમાં પડેલી તારીખમાં રેશ્મા પટેલ હાજર નહીં રહેતા મહેસાણા જે.એમ.એફ.સી કોર્ટે વોરંટ કાઢ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસે 12 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જેમાં જીગ્નેશ મેવાણી પણ એક આરોપી છે. જોકે, કોર્ટની મુદમાં રેશ્મા ઉસ્થિત નહીં રહેતા તેમની વિરુદ્ધ હવે વોરંટ નીકળ્યું છે.

મહેસાણામાં જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં  વર્ષ 2017માં મહેસાણામાં ઉનાકાંડની વરસીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કૂચમાં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં તમામ લોકોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
First published: July 8, 2019, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading