તીડનો તરખાટ : દાંતીવાડાના ભાખરમાં તીડના ઝૂંડ પર ડ્રોનથી દવા છંટકાવનો પ્રયોગ

News18 Gujarati
Updated: December 27, 2019, 2:47 PM IST
તીડનો તરખાટ : દાંતીવાડાના ભાખરમાં તીડના ઝૂંડ પર ડ્રોનથી દવા છંટકાવનો પ્રયોગ
પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો હતો, તીડનો નાશ કરવા માટે ડ્રોનથી દવા છંટકાવ કરવાનો સંકેત આપ્યો હતો

  • Share this:
બનાસકાંઠા : ઉત્તર ગુજરાત (North Gujarat)ના ચાર જિલ્લા તીડના ત્રાસથી (Locust attack) પરેશાન છે. ઉત્તર ગુજરાતમાં તીડના ઝૂંડના ઝૂંડ ત્રાટકી રહ્યા છે અને ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે. તીડનો નાશ કરવા માટે થાળી વગાડવાથી લઈને DJ વગાડવા સુધીના ઘરગથ્થુ ઉપાયોની વચ્ચે પહેલીવાર વૈજ્ઞાનિક ઢબે તીડનો નાશ કરવાનો પ્રયોગ કરાયો છે. બનાસકાંઠા જિલ્લો તીડથી વધુ પ્રભાવિત છે. જિલ્લાના દાંતીવાડા તાલુકાના ભાખર વિસ્તારમાં આજે વહેલી સવારે તીડનો નાશ કરવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ (pesticides sprinkle from drone) કરવામાં આવ્યો છે.

આજે વહેલી સવારે દાંતીવાડાના ભાખર વિસ્તારમાં બેઠેલા તીડના ઝૂંડ પર ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ બેઝ પર ડ્રોન વડે તીડથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. થરાદ વાવમાં 19 ટીમો તીડ નિયંત્રણ માટે લાગેલી છે. પંપથી દવાના છંટકાવની કામગીરી શરૂ છે.

1 ડ્રોનમાં 10 લિટર દવા


તંત્ર દ્વારા આજે ટ્રાયલ બેઝ પર પ્રયોગ કરવામાં આન્યો હતો. એક ડ્રોનમાં 10 લિટર દવા રાખવામાં આવે છે. ડ્રોનથી દવા છંટકવાનો આ પ્રયોગ જો સફળ રહેશે તો આગામી સયમમાં ડ્રોનની ફોજ ઉતારી તીડ પર દવા છંટકાવ કરવામાં આવશે.

આ પણ વાંચો :  જામનગર : ડ્રાઇવરને ઝોકું આવી જતા ઇકો કાર પલટી, ચારનાં મોત, એક ગંભીરમુખ્યમંત્રીએ સંકેતો આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ ડ્રોનથી દવા છંટકાવ કરવાનો સંકેત આપ્યો હતો. બુધવારે વડોદરા ખાતે કિસાન સહાયતા યોજનાના પ્રારંભ બાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'સરકાર યોજનાનો અમલ કરી રહી છે. અત્યારે હેલિકોપ્ટરથી દવા છંટકાવ શક્ય નથી ડ્રોનથી દવા છંટકાવ થઈ શકે છે અને સરકાર એ દિશામાં આગળ વધી રહી છે.'આ પણ વાંચો : સુરત : પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્મા સાથે ઠગાઈ, OTP વગર ખાતામાંથી પૈસા ઉપડી ગયા!

તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરવું જોઇએ?

  • તીડનુ ટોળુ આવતુ હોવાના સમાચાર મળે કે તુરંત ગ્રામજનોને સાવધ કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગાડી મોટા અવાજ કરવા

  • તીડનુ ટોળુ રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા અથવા લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો.

  • જે વિસ્તારમાં તીડના ઈંડા મુક્યા હોઈ તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીન દીઠ 25 કિ.ગ્રા. જેટલી મેલાથીઓન 5%, ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીના બે ફુટ પહોળા પટ્ટાઓ કરવા.

  • તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકુચ કરતા હોય, ત્યારે અનુકૂળ જગ્યા એ લાંબી ખાઈઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા. તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભકા [ડાંગરની કૂશકી (100 કિ. ગ્રા.) ની સાથે ફેનીટ્રોથીઓન (0.5 કિ.ગ્રા.) + ગોળની રસી (5 કિ. ગ્રા.) બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવી.

  • જ્યાં ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં મેલાથીઓન 5% ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીનો છંટકાવ કરવો.

  • તીડના ટોળાનું નિયંત્રણ કરવા સવારના સમયે ફેનીટ્રોથીઓન 50% ઈ.સી. અથવા મેલાથીઓન 50% ઈ.સી. અથવા ક્લોરપાયારીફોસ 20% ઈ.સી. દવા 1 લીટર પ્રમાણે 800થી1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો.

  • જમીન પર રાતવાસો માટે ઉતરેલું તીડનું ટોળું પણ સામાન્ય રીતે સવારનાં દસ-અગીયાર વાગ્યા પછી જ પ્રયાણ કરતું હોય છે ત્યારે મેલાથીઓન ૫% અથવા ક્વિનાલ્ફોસ 1.5% ભૂકી દવાનો છંટકાવ કરવો.

  • લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5% અર્ક) અથવા લીંબડાનું તેલ 40 મિ.લિ + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીંબડા આધારીત તૈયાર કીટકનાશક 20 મિ.લિ. (1 ઈ.સી.) થી 40 મિ.લિ. (0.15 ઈ.સી.) 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણને છાંટવાથી આવા છોડ તીડ ખાતા નથી.

  • તીડના ઈંડા મુકાયા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડાનો નાશ કરવો.

First published: December 27, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading