ઉત્તર ગુજરાત વિધાનસભાની 32 બેઠક, જાણો - કોણ જીત્યું, કોણ હાર્યું

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 18, 2017, 5:54 PM IST
ઉત્તર ગુજરાત વિધાનસભાની 32 બેઠક, જાણો - કોણ જીત્યું, કોણ હાર્યું
ઉત્તર ગુજરાતની વિધાનસભા બેઠકો પર કેટલીક મહત્વની બેઠકો છે, જ્યાં પાટીદારોનું પ્રભુત્વ છે...

ઉત્તર ગુજરાતની વિધાનસભા બેઠકો પર કેટલીક મહત્વની બેઠકો છે, જ્યાં પાટીદારોનું પ્રભુત્વ છે...

  • Share this:
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોના મોટાભાગના પરિણામ આવી ગઈ છે.  ત્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની 32 બેઠકો છે.  જેનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપને - 13, કોંગ્રેસને - 18, અન્યને - 1 બેઠક મળી છે.

મહત્વની વાત એ છે કે, ઉત્તર ગુજરાતમાં ભાજપના કેટલાક મોટા દરજ્જાના નેતાઓની પણ હાર થઈ છે. જેમાં વાવ બેઠકથી શંકર ચૌધરી, સિદ્ધપુર બેઠકથી જયનારાયણ વ્યાસ અને  બેચરાજી બેઠકથી રજની પટેલની હાર થઈ છે.

બીજી મહત્વની વાત ે છે કે, ઉત્તર ગુજરાતની બે વિધાનસભા બેઠક પર આંદોલનકારી નેતાઓ પણ ઉભા હતા, જેમાં જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર. જેથી આ બેઠક પર સૌની નજર હતી. તેના પરિણામ પર એક નજર કરીએ તો, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરની 24 હજાર મતથી જીત તઈ છે, જ્યારે જીગ્નેશ મેવાણીએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી, તેને 20 હજાર મતથી વડગામ બેઠક પર જીત મેળવી છે.

 

2017 - ઉત્તર ગુજરાત વિધાનસભા 32 બેઠક

કોંગ્રેસ - 18ભાજપ - 13
અન્ય - 01
કુલ - 32

2012 - ઉત્તર ગુજરાત 32 બેઠક પરિણામ

કોંગ્રેસ - 16
ભાજપ - 16
કુલ - 32

 


ગુજરાત 182 બેઠક પરિણામ


ભાજપ કોંગ્રેસ અન્ય
99 80 03બનાસકાંઠા


બેઠક ભાજપ કોંગ્રેસ
વાવ શંકર ચૌધરીની હાર  ગનીબેન ઠાકોરની જીત
થરાદ પરબતભાઈ પટેલની જીત  બીડી રાજપૂતની હાર
ધાનેરા  માવજીભાઈ દેસાઈની હાર  નાથનભાઈ પટેલની જીત
દાંતા  માલજીભાઈ કોદરવીની હાર  કાંતીભાઈ ખરાડીની જીત
વડગામ  વિજયભાઈ ચક્રવર્તિની હાર જીગ્નેશ મેવાણીની જીત
પાલનપુર  લાલજીભાઈ પ્રજાપતિની હાર મહેશકુમાર પટેલની જીત
ડીસા  શશીકાંત પંડ્યાની જીત  ગોવાભાઈ રબારીની હાર
દિયોદર  કેશાજી ચૌહાણની હાર  શિવાભાઈ ભુરિયાની જીત
કાંકરેજ  કિર્તિસિંહ વાઘેલાની જીત  દિનેશ ઝાલેરાની હારપાટણ

બેઠક ભાજપ કોંગ્રેસ
રાધનપુર  લવિંગજી ઠાકોરની હાર  અલ્પેશ ઠાકોરની જીત
ચાણસ્મા  દિલિપજી ઠાકોરની જીત  રઘુભાઈ દેસાઈની હાર
પાટણ   રણછોડભાઈ રબારીની હાર  ડો. કિરીટ પટેલની જીત
સિદ્ધપુર  જયનારાયણ વ્યાસની હાર  ચંદન ઠાકોરની જીતમહેસાણા
બેઠક ભાજપ કોંગ્રેસ
ખેરાલુ  ભરતસિંહ ડાભીની જીત  રામજી ઠાકોરની હાર
ઊંઝા  નારાયણભાઈ પટેલની હાર  ડો. આશાબેન પટેલની જીત
વિસનગર  ઋષિકેશભાઈ પટેલની જીત  મહેન્દ્ર પટેલની હાર
બહુચરાજી  રજનીભાઈ પટેલની હાર  ભરત ઠાકોરની જીત
કડી  કરશનભાઈ સોલંકીની જીત  રમેશભાઈ ચાવડાની હાર
મહેસાણા  નીતિનભાઈ પટેલની જીત  જીવાભાઈ પટેલની હાર
વિજાપુર  રમણભાઈ પટેલની જીત  નાથનભાઈ પટેલની હારસાબરકાંઠા

બેઠક ભાજપ કોંગ્રેસ
હિંમતનગર  રાજેન્દ્રકુમાર ચાવડાની જીત કમલેશ પટેલની હાર
ઈડર હિતુ કનોડિયાની જીત  મણીલાલ વાઘેલાની હાર
ખેડબ્રહ્મા  રમીલાબેન બારાની હાર  અશ્વિન કોટવાલની જીત
પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમારની જીત  મહેન્દ્રસિંહ બારૈયાની હારઅરવલ્લી
બેઠક ભાજપ કોંગ્રેસ
મોડાસા  ભિખુસિંહ પરમારની હાર  રાજેન્દ્રસિંહ ઠાકોરની જીત
બાયડ  અદેસિંહ ચૌહાણની હાર  ધવલસિંહ ઝાલાની જીત
ભિલોડા  પી.સી. બરંડાની હાર  ડો. અનિલ જોશિયારાની જીતગાંધીનગર


બેઠક ભાજપ કોંગ્રેસ
દહેગામ  બલરાજસિંહ ચૌહાણની જીત  કામીનીબા રાઠોડની હાર
ગાંધીનગર દ.  શંભુજી ઠાકોરની હાર  ગોવિંદ ઠાકોરની જીત
ગાંધીનગર ઉ.  અશોકભાઈ પટેલની હાર  સી. જે. ચાવડાની જીત
માણસા  અમિત ચૌધરીની હાર  સુરેશ પટેલની જીત
કલોલ  અતુલભાઈ પટેલની હાર  બળદેવજી ઠાકોરની જીત

 
First published: December 18, 2017, 8:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading