liveLIVE NOW

PMએ ગુજરાતમાં ત્રણ સભા ગજવી, 'કોંગ્રેેસે OBC સમાજ અને મને ચોર કહ્યો, મધ્યમવર્ગને સ્વાર્થી સમજે છે'

પીએમ મોદીએ હિંમતનગરમાં જનસભા સંબોધી હવે સુરેન્દ્રનગર અને વિદ્યાનગરમાં જશે. કાલે સવારે અમરેલીમાં સભા સંબોધશે.

 • News18 Gujarati
 • | April 17, 2019, 20:29 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 YEARS AGO

  હાઇલાઇટ્સ

  19:38 (IST)

  પ્રધાનમંત્રીએ આણંદમાં પણ લેવડાવ્યો સંકલ્પ, તેમણે બધાને મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી અને  હાથ ઊંચા કરી લેવડાવ્યો સંકલ્પ 

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતમાં લેવડાવ્યો સંકલ્પ

  ઘર ઘર મે હે ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર
  ભગોડો પર કાનૂન કી માર, બંધ હુઆ કાલા કારોબાર
  દેશદ્રોહીઓ પર કડા પ્રહાર, આતંક પર થઈ રહ્યો છે ખરો વાર
  દુશ્મન હોજા ખબરદાર, ઘુસપેઠીઓ ભાગે સીમા પાર
  તૂટેગી જાતપાતગી દીવાર, વંશવાદકી હોગી હાર

  19:36 (IST)

  કોંગ્રેસ જ્યારે જ્યારે આવે છે મોંઘવારી લાવે છે, અમે મોંઘવારીમાં ઘટાડો કર્યો - મોદી

  19:34 (IST)

  અમૂલ દેશનું ગૌરવ બન્યું - મોદી

  19:31 (IST)

  અમારી સરકારે મધ્યમવર્ગ માટે લોન, મકાન લેવાનું સસ્તુ કર્યું, ટેક્સ ઓછો કર્યો, વ્યાજબી ભાવે દવા મળે તે માટે કામ કર્યું, ભાજપ દરેકને સન્માન આપવાનું કામ કરે છે - મોદી

  19:28 (IST)

  કોંગ્રેસ નેતા પીઆઈએલ કરવાવાળા માટે લડે છે, કોંગ્રેસના અનેક જૂઠાણા જોવા મળશે, કોંગ્રેસ જોડે રહી પીઆઈએલ કરાવે છે, કોંગ્રેસ સોશિયલ મીડિયા પર જૂઠાણા ફેલાવે છે - મોદી

  19:25 (IST)

  કોંગ્રેસે 10 વર્ષ મલાઈ ખાધી, ખોટુ કરનારો એક એક રૂપિયાનો હિસાબ લેશે મોદી સરકાર - મોદી

  19:24 (IST)

  પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો આક્ષેપ, 20 હજાર એવી એજન્સીઓ જેમની પાસે કોઈ હિસાબ જ નથી, ખોટુ કરનારને મોદી સરકારે સજા આપી, 20 હજાર સંગઠનો વિદેશથી પૈસા મેળવતા હતો, હુ દેશ માટે લડુ છે મને કોઈની બીક નથી - મોદી

  19:17 (IST)

  કોંગ્રેસે ગરીબીનું અપમાન કર્યું, કહ્યું આ બસ માનસિકતા છે - મોદી

  19:17 (IST)

  નામદારે એબીસીના સમાજને મને ચોર કહી દીધો, હવે કોઈ સમાજ આવું અપમાન સહન ના કરે - મોદી

  19:16 (IST)

  સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કોંગ્રેસ સરદાર પટેલના વિચારોને કચડવાનું કામ કરે છે, સરદારનું સરદારનું સ્ટેચ્યુ બન્યુ તો કોંગ્રેસના પેટમાં દુખાવો થયો, તે અપમાન કરવા લાગ્યું - મોદી

  વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ હિંમતનગરમાં જનસભા સંબોધી, ત્યારબાદ સુરેન્દ્ર નગર અને અંતમાં આણંદ ખાતે  ચૂંટણી સભા ગજવી. જેમાં તેમણે પોતાની સરકારે કરેલા કાર્યો વિશે માહિતી આપી વિવિધ મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. આજે રાત્રી રોકાણ કર્યા બાદ તેઓ ગુરુવારે સવારે અમરેલીમાં સભાને સંબોધશે.

  ભાજપના મિશન 26 માટે વડાપ્રધાન મોદી રાજ્યની તમામ બેઠકોને અસર કરે તેવી રીતે સ્થળ પસંદ કર્યા છે. અગાઉ તેમણે જૂનાગઢ અને સોનગઢમાં સભા સંબોધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો સર કરવા આહવાન કર્યુ હતું તો આજે તેમણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રચાર કર્યો છે. વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રથી વિમાન માર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે હિંમતનગર પહોંચ્યા હતા.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन