liveLIVE NOW

Live news update: રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં દોરીથી 224 લોકો ઈજાગ્રસ્ત

Todays Latest news: આજના રાજ્ય અને દેશના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ.

  • News18 Gujarati
  • | January 14, 2022, 19:59 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A YEAR AGO

    હાઇલાઇટ્સ

    20:1 (IST)

    રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં દોરીથી 224 લોકો ઈજાગ્રસ્ત
    - 2639 ઈમર્જન્સી  કોલ આવ્યા છે

    19:35 (IST)

    વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અજમાવવામાં આવે છે મધ્યપ્રદેશ થી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો વધુ એક નવો કીમિયો અજમાવી દારૂની હેરાફેરી કરતા હરિયાણાના બે શખ્સોને છોટાઉદેપુર પોલીસે ઝડપી લીધો છે..

    19:33 (IST)

    શહીદ CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો મામલો ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરની પ્રાથમિક તપાસ કરાઈ યાંત્રિક નિષ્ફળતાના કારણે અકસ્માત ન થયો હોવાનુ પ્રારંભિક તારણ હેલિકોપ્ટર વાદળમાં પ્રવેશી જતા તથા વાતાવરણમાં ફેરફારને લઈને અકસ્માત સર્જાયો: IAF

    18:27 (IST)

    પાટણ બ્રેકિંગ

    - પાટણ શહેરમાં ચાઈના દોરીએ લીધો બાળકનો ભોગ
    - પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તાર માં રહેતા 14 વર્સીય બાળકનું મોત
    - બાળક ઇલેક્ટ્રિક ડીપી પર લટકેલ પતંગ લૂંટવા જતા આવ્યો  કરંટ
    - ચાઈના દોરી થાંભલા પર અડાયેલ હોય આવ્યો કરંટ
    - ચાઈના દોરી પર પ્રતિબંધ હોવા છતાં વેપારીઓએ કર્યું વેચાણ

    18:26 (IST)

    રાજકોટ :  પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની હડફેટે મોત 

    • સવારના સમયે પતંગ લૂંટવા માટે ગયો હતો ત્યારે બની ઘટના 
    • કોઠારિયા સોલવન્ટ પાસે બની ઘટના
    • મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી
    17:47 (IST)

    રાજ્યમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં દોરીથી 146 લોકો ઈજાગ્રસ્ત
    - 1924 ઈમર્જન્સી  કોલ આવ્યા છે

    17:20 (IST)

    ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગરમાં ઉજવ્યો ઉત્તરાર્ધ પર્વ

    • પરિવાર સાથે વિસનગરમાં ઉત્તરાર્ધ પર્વની કરી ઉજવણી
    • આરોગ્ય મંત્રીની ગુજરાતની જનતા ને ઉત્તરાર્ધ પર્વને લઈ અપીલ
    • લોકોને પર્વમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા આરોગ્ય પ્રધાનની અપીલ
    • પર્વ ની ઉજવણી ભલે ધૂમ ધામ થી અને ઉત્સાહથી કરો પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન પણ ચૂકશો નહિ
    આજે શુક્રવાર, 14 જાન્યુઆરી, 2022 (14th January,2022). આજે રાજ્યભરમાં લોકો મકર સંક્રાંતિનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવશે. આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. રાજયમાં (Gujarat latest news) કોરોનાના (coronavirus cases) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી છે.