ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3ની પરીક્ષા રદ કરવામાં આવી છે. સિનિયર ક્લાર્ક વર્ગ-3 ની કોમ્પ્યુટરની પરીક્ષા લેવાઇ હતી. ટેકનીકલ ખામી સર્જાતા પરીક્ષા રદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાનું ફરીથી આયોજન કરવામાં આવશે.
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું નિધન થયું છે. તેમના મૃત્યુ બાદ હાલ અંતિમ ક્રિયા ચાલી રહી છે. ગુણાતીત સ્વામીના મૃત્યુ મામલે અનેક તર્ક-વિતર્કો ભક્તોમાં ચર્ચાઈ રહ્યા છે. જોકે, સૂત્ર કહી રહ્યા છે કે, મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. અનેક હરિભક્તો કલેક્ટર કચેરી પહોંચીને સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી રહ્યા છે.
10:31 (IST)
આજે ગુરૂવાર, 28મી એપ્રિલ 2022 (28th April,2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનાં 29 એપ્રિલના ગુજરાત પ્રવાસની તૈયારીના ભાગરૂપે કમલમ ખાતે બપોરે 1.00 વાગે પ્રદેશ નેતાઓની બેઠક મળશે. જેમા જે પી નડ્ડાના કાર્યક્રમ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની આજે પૂણ્ય તીથિ. હાર્દિકે અંદાજે 10 હજાર લોકોને આમંત્રણ આપ્યું છે જેમા ભાજપ અને કોંગ્રેસના નેતોઓ પણ શામિલ છે. રાજ્યમાં આજે પણ હીટવેવની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે. રાજકોટમાં ટેક્નિકલ કારણોસર બે દિવસ માટે પાણીકાપ છે. આજે વોર્ડ 1, 2, 3, 8, 9, 10, 11 અને 13માં પાણીકાપ, 29મીએ 2, 8, 11, 12, 13માં પાણીકાપ