Home /News /gujarat /લક્ષ ચંડી યજ્ઞઃ પતિ વગર જ હવનમાં બેઠી હાર્દિક પટેલની પત્ની કિંજલ

લક્ષ ચંડી યજ્ઞઃ પતિ વગર જ હવનમાં બેઠી હાર્દિક પટેલની પત્ની કિંજલ

કિંજલ પટેલની તસવીર

ઉમિયા નગરમાં આજથી શરૂ થયેલા લક્ષ ચંડી હવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધર્મપત્ની કિંજલ પટેલ હવનમાં બેઠી હતી. હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશબંધ હોવાના કારણે કિંજલ પટેલ એકલી જ પતિ હાર્દિક વગર હવનમાં બેઠી હતી.

ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝા નજીક લક્ષચંડી યજ્ઞનો (Lakshya chandi yagna) પ્રારંભ થયો છે. આ યક્ષમાં અનેક પાટીદાર આગેવાનોએ ભાગ લીધો છે હવનમાં બેઠા છે. એક સમયના પાટીદાર અનામત આંદોલનના (Patidar anamat andolan) મુખ્ય ચહેરા બનેલા અને અત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ પત્ની સાથે હવનમાં બેશવાનો હતો. પરંતુ મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધીના કારણે હાર્દિક પટેલનું હવનમાં બેશવાનું સપનું રોળાયું હતું. હાર્દિક પટેલની પત્ની એકલી જ હવનમાં બેઠી હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ઉમિયા નગરમાં આજથી શરૂ થયેલા લક્ષ ચંડી હવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ધર્મપત્ની કિંજલ પટેલ હવનમાં બેઠી હતી. હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશબંધ હોવાના કારણે કિંજલ પટેલ એકલી જ પતિ હાર્દિક વગર હવનમાં બેઠી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Hight court) મહેસાણામાં (Mehsana) પ્રવેશ કરવા માટે હાર્દિકે (Hardik Patel) હાઈકોર્ટ (Gujarat hight court) પાસે પરવાનગી માંગી છે. સરકાર તરફે કોર્ટમાં એડિશનલ એફિડેવિટ રજૂ કરાઈ. હાર્દિક ના વકીલ તરફે જવાબ રજૂ કરવા કોર્ટે આગામી 19 તારીખ આપી છે. એટલે કે વધુ સુનાવણી હવે 19 તારીખે સરકારની એફીડેવીટ સામે હાર્દીક વતી રજુઆત કરવામાં આવશે. ઉમિયા ધામમાં હાર્દિક પટેલને લક્ષચંડી હવનમાં હાજરી આપવી છે. તેથી મહેસાણામાં પ્રવેશ બંધી પર રાહત માટે હાર્દિકએ કોર્ટમાં અરજી કરી છે

લક્ષચંડી હવનમાં હાજરી આપવા માટે હાર્દિકે 15 ડિસે.થી 24ડિસે.સુધી હાજર રહેવા પરવાનગી માંગી હતી. મહેસાણા ખાતે ઉમિયા નગરમાં (UmiyaNagar) થનારા લક્ષ ચંડી યજ્ઞમાં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી.

મહેસાણા ખાતે ઉમિયા નગરમાં થનારા લક્ષ ચંડી યજ્ઞમાં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી. હાર્દિક પટેલની અરજીનો અગાઉ રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો હતો હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું હતુ અને જણાવ્યુ હતુ કે હાર્દિકને મહેસાણામાં પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે.
First published: