Home /News /gujarat /Kishan Bharwad હત્યા કેસમાં સામે આવ્યાં અનેક ખુલાસા, આ 14 છે વધુ રિમાન્ડના કારણો

Kishan Bharwad હત્યા કેસમાં સામે આવ્યાં અનેક ખુલાસા, આ 14 છે વધુ રિમાન્ડના કારણો

કિશનની ફાઇલ તસવીર

Kishan Bharwad murder update: આરોપીઓના વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા છે. જેના કારણો જાણી તમને પણ નવાઈ લાગશે કે, કઈ રીતે હત્યાનું  પ્લાનિંગ ચાલી રહ્યુ હતું.

ગાંધીનગર: કિશન હત્યા કેસમાં (Kishan bharwad murder) ત્રાસવાદી કૃત્યની કલમો લગાડવા બાદ તપાસ તેજ થઈ છે અને 8 આરોપીઓની ધરપકડ બાદ એક બાદ એક ખુલાસા (Dhandhuka murder update) સામે આવ્યા છે. જોકે, 3 આરોપીઓના રિમાન્ડ પુરા થયા બાદ તેમણે કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા છે. જેના કારણો જાણી તમને પણ નવાઈ લાગશે કે, કઈ રીતે હત્યાનું  પ્લાનિંગ ચાલી રહ્યુ હતું.

ATS દ્વારા નીચે પ્રમાણેના કારણો આપવામાં આવ્યા.

(1)આ કામે પકડાયેલા આરોપી શબ્બીર તથા ઇમ્તીયાઝે આ ગુનો કર્યા બાદ પોતાના મોબાઇલ ફોન નંગ ૦૨ તળાવના પાણીમા ફેંકી દીધેલાનુ જણાવેલ છે. તળાવમા ઘણું પાણી ભરેલું હોય મોબાઇલ મળી આવ્યા નથી. તેમજ સીમકાર્ડ નંગ – ૦૩ તોડીને ફેંકી દીધેલાનુ જણાવે છે. પરંતુ ખરેખર કઇ જગ્યાએ ફેંક્યા છે તે જગ્યા બતાવતા નથી. જેથી તેઓની વિશેષ પુછપરછ કરી તેઓને સાથે રાખી તેઓએ ફેંકી દીધેલા મોબાઇલ ફોન તેમજ સીમકાર્ડ કબજે કરવાના બાકી છે અને હત્યા સમયે જે કપડાં પેહરેલ તે પણ કબ્જે કરવા બાકી છે.

(2) આ કામે પકડાયેલા આરોપી મહમદઐયુબ નાએ ઉશ્કેરણીજનક ચોપડીઓ નંગ – ૪૦૦૦ છપાવેલ હતી, જે પૈકીની ચોપડીઓ નંગ – ૧,૦૦૦ કબ્જે કરેલ છે બાકીની ચોપડીઓ નંગ – ૩૦૦૦ તેણે કઇ કઇ જગ્યાએ કોને કોને વેચેલ છે? તે હકીકત જાણી સદરીને સાથે રાખી કબજે કરવા સારુ. તેમજ આ પ્રકારની ચોપડીઓ છાપવા તેને કોઇએ આર્થિક મદદ કરેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.

(3) આ કામે પકડાયેલા આરોપી શબ્બીરના ફોનના સી.ડી.આર.નો અભ્યાસ કરતા તેણે આરોપી કમરગની સાથે જૂન ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૧ દરમ્યાન દસેક વખત વાતચીત કરેલ છે તેમજ તે આ સમયગાળા દરમ્યાન તેણે તથા અયુબે પોરબંદર ખાતે સાજણ ઓડેદરાની રેકી કર્યા પહેલા તથા રેકી કર્યા બાદ મુંબઇ ખાતે રૂબરૂમા જઇ આરોપી કમરગની સાથે મુલાકાત કરેલાનુ જણાઇ આવેલ છે. જેથી સદરી આરોપીએ કમરગની સાથે મોબાઇલ ફોન ઉપર તેમજ રૂબરૂમા ઇસ્લામ ધર્મ તથા નબીની ગુસ્તાખી કરનાર કયા કયા ઇસમોને મારી નાખવા કયા કયા પ્લાન કરેલ હતા તેમજ તેણે આ કાવત્રુ પાર પાડવા કમરગની પાસેથી કોઇ નાણાંકીય મદદ મેળવેલ હતી કે કેમ.

હત્યા કેસના આરોપી


(4) આ કામે પકડાયેલ આરોપી શબ્બીરના ફોનના સી.ડી.આર.નો અભ્યાસ કરતા તેણે આરોપી  મહમદઐયુબ સાથે માહે જૂન – ૨૦૨૧થી જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન પાંત્રીસેક વખત વાતચીત કરેલ છે. તેમજ શબ્બીર બે વખત અમદાવાદ આવી આરોપી મહંમદઅયુબને રૂબરૂમા મળેલ હતો. જેથી સદરી આરોપીએ મહંમદઅયુબ સાથે મોબાઇલ ફોન ઉપર તેમજ રૂબરૂમા ઇસ્લામ ધર્મ તથા નબીની ગુસ્તાખી કરનાર કયા કયા ઇસમોને મારી નાખવા શુ શુ પ્લાન કરેલ હતા ? તેમજ કયા કયા ઇસમોની રેકી કરેલ હતી તેમજ તેણે આ કાવત્રુ પાર પાડવા કમરગની પાસેથી કોઇ નાણાંકીય મદદ મેળવેલ હતી કે કેમ.

(5) આ કામે પકડાયેલ આરોપી મહમદઐયુબ પોરબંદર ખાતે નબીની ગુસ્તાખી કરનાર સાજણ ઓડેદરાને મારી નાખવા રેકી કરવા ગયેલ હતો તેમજ બીજી વખત આરોપી મહમદઐયુબ તથા આરોપી શબ્બીર નાઓ સાજણ ઓડેદરાને મારી નાખવા રેકી કરવા ગયેલ હતા. ત્યારે તેઓ કોને કોને મળ્યા હતા તથા કઇ જગ્યાએ રોકાયેલ હતા તે બાબતે બન્નેને સાથે રાખી પોરબંદર ખાતે જઇ તપાસ કરવા સારુ.

હત્યા કેસનો આરોપી


(6) આ કામે પકડાયેલા આરોપી મહમદઐયુબ આ ગુનામા મરનાર કિશન ભરવાડની રેકી કરવા ધંધુકા ખાતે ગયેલ હતો તે વખતે તે કોને કોને મળેલ હતો તથા ધંધુકા કેટલી વાર ગયેલ હતો અને કઇ કઇ જગ્યાએ રોકાયેલ હતો ?

(7) આ કામે પકડાયેલ આરોપી નંબર (૧) સબ્બીરભાઇ તથા આરોપી નંબર (૨) ઈમ્તીયાજખાન તથા (૩) મૌલાના મહમદઐયુબ નાઓએ નબીની ગુસ્તાખી કરનારને મારી નાખવા બીજા કોઇ હથિયારો ભેગા કરી કોઇ જગ્યાએ સંતાડી રાખેલ છે કે કેમ તે પણ જાણવામાં આવશે.

(8) આ કામે પકડાયેલ આરોપી નંબર (૧) સબ્બીરભાઇ તથા આરોપી નંબર (૨) ઈમ્તીયાજખાન તથા (૩) મૌલાના મહમદઐયુબ નાઓ સામાન્ય પરિસ્થિતીના હોય તેઓએ નબીની ગુસ્તાખી કરનારને મારી નાખવા અન્ય કોઇ પાસેથી ફંડ ફાળો ઉઘરાવેલ છે કે કેમ? તે હકીકત જાણવા સારુ.

આ પણ વાંચો - Kishan Bharwad case: 8 આરોપીઓની સંડોવણીના ATSએ કર્યા નવા ખુલાસા

(9) આ કામે પકડાયેલ આરોપીઓએ ઇસ્લામ તથા નબીની ગુસ્તાખી કરનારા બી.એસ. પટેલ, પંકજ આર્યા, પુસ્પેન્દ્ર કુલશ્રેસ્ઠ, મહેન્દ્રપાલ આર્યા, નરસિંહાનંદ, રાહુલ આર્યા, રાધેશ્યામ આચાર્ય, ઉપદેશ રાણા, ઉપાસના આર્યા, આર.એસ.એન. સીંગ નાઓ વિષે સોસીયલ મીડીયાના જુદા જુદા પ્લેટફોર્મ માંથી માહીતી ભેગી કરેલ છે તો ઉપરોક્ત ઇસમો વિરૂધ્ધ કોઇ કાવત્રુ કરેલ છે કે કેમ ? તે હકીકત જાણવા સારુ.

હત્યા કેસના આરોપી


(10) આ કામે પકડાયેલ આરોપી નંબર (૧) સબ્બીરભાઇ અગાઉ એક ઇસમના અપહરણ તથા ખંડણીના ગુનામા બરવાડા પો.સ્ટે.મા પકડાયેલ છે. તે ખુબ જ માથાભારે અને રીઢો ગુનેગાર હોય ગુનાની તપાસના કામે સત્ય હકીકત જણાવતો નથી.

(11) આ કામે પકડાયેલ આરોપીઓએ ઇસ્લામ તથા નબી વિરૂધ્ધ ટીપ્પણી કરનારાઓને શબક શીખવાડવા માટે ભારતમાંથી કે વિદેશથી કોઇ ફંડીંગ મેળવેલ છે કે કેમ ? તે હકીકત જાણવા સારુ.

(12) આ ગુનાના કાવત્રામા પકડાયેલ આરોપીઓ સિવાય બીજા કોઇ ઇસમો સીધી કે આડકતરી રીતે સંડોવાયેલ છે કે કેમ તે બાબતે સાથે રાખી તપાસ કરવા સારુ. તેમજ તેઓએ અન્ય કોઇ ઇસમોને ઇસ્લામ તથા નબીની ગુસ્તાખી કરનાર માણસોને મારી નાખવા ઉશ્કેરેલ છે કે કેમ ?

આ પણ વાંચો - Kishan Bharwad murder: ગુજરાત ATS દ્વારા આરોપીઓને સાથે રાખી કરાયું કિશન ભરવાડની હત્યાનું રિકન્સ્ટ્રક્શન

(13) આ કામે પકડાયેલ આરોપીઓએ ઇસ્લામ તથા નબીની ગુસ્તાખી કરનાર ગુજરાતના બીજા કયા કયા માણસોની કત્લ કરવાનુ કાવત્રુ કરેલ છે ? તે હકીકત જાણવા સારુ.

(14) સદર ત્રણેય આરોપીઓ કોઇ ઇસ્લામિક કટ્ટરપંથી સંસ્થા કે ભારત વિરોધી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ છે કે કેમ ? તે સિવાય અન્ય તપાસ માટે આરોપીઓ ને સાથે રાખી કાર્યવાહી કરવી છે તેને લઈ કોર્ટ દ્વારા વધુ રિમાન્ડ આપવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, Dhandhuka, Gujarat ATS, Kishan Bharwad Case, Murder mystery

विज्ञापन