પ્રેમાંધ શિક્ષિકા અને પ્રિન્સિપાલના અશ્લીલ ફોટો વાયરલ, આચાર્ય વિરુદ્ધ અરજી

  • Share this:
    છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર કપડવંજના શિક્ષિકા અને આચાર્યની અશ્લિલ તસવીર વાયરલ થઇ રહી છે, સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે, જ્યાં આઇટી વિભાગ દ્વારા તસવીરો વાયરલ ક્યાંથી થઇ એ અંગે તપાસ ચાલી રહી છે, જો કે સમગ્ર મામલે શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે.

    અહીં ક્લિક કરી વાંચો ગીર-સોમનાથ: અભણ બાપાએ શાળા માટે રૂ 10 લાખની જમીન દાન આપવા દિકરાને પ્રેરણા આપી...

    ખેડા જિલ્લાના શિક્ષણજગતમાં ચર્ચા જગાવનાર આચાર્ય અને શિક્ષિકાના અશ્લિલ ફોટા પ્રકરણમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ અંગે ભોગ બનનાર શિક્ષિકાએ આચાર્ય સામે કાર્યવાહી કરવા અરજી કરી છે. આ અરજીની તપાસ કપડવંજ ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવી છે. જે અરજી આધારે બળાત્કારનો ગુનો દાખલ કરવો કે કેમ તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. બીજી તરફ પોલીસે આઈટી એકટ હેઠળ અશ્લિલ ફોટા ફરતા કરવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ અંગે ભોગ બનનાર શિક્ષિકાનું નિવેદન લેવાનું બાકી છે. જે નિવેદન મળતાં આચાર્ય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    આચાર્ય અને શિક્ષિકાના શરમજનક અને લાંછનરૂપ કિસ્સામાં શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. આ અંગે શિક્ષણાધિકારીએ પાલિકાને આદેશ કરી આચાર્ય સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.


    કપડવંજના પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ ઠાકોરે જણાવ્યું કે અશ્લિલ ફોટા સંદર્ભે ભોગ બનનાર દ્વારા અરજી કરવામાં આવી છે. આ અરજી આધારે તપાસ ચાલુ છે. નિવેદનની પ્રક્રિયા પૂર્ણ થતાં ગુનો દાખલ કરાશે.

    પ્રેમાંધ શિક્ષિકા અને પ્રિન્સિપાલ એકાંતની પળો માણવા માટે એક હોટલમાં ગયા હતાં, જ્યાં તેમણે યાદીના ભાગરૂપે પોતાની અંગતપળોનો વીડિયો અને તસવીરો ખેંચી હતી. છૂટા પડ્યાં બાદ શિક્ષિકાએ આ તસવીરો માગી હતી. જેથી પ્રિન્સિપાલ શિક્ષિકાને આ તસવીરો સેન્ડ કરી રહ્યો હતો. જોકે દારૂના નશામાં ચૂર એવા પ્રિન્સિપાલને ખ્યાલ ન રહ્યો કે તેણે શિક્ષિકાના બદલે આ તસવીરો એક ગ્રૂપમાં મોકલી દીધી છે. બાદમાં તેને ભાન થયું કે તેનાથી ભૂલ થઇ ગઇ છે અને તેણે એ તસવીરો ડિલિટ કરી નાંખી હતી. પરંતુ મોડું થઇ ગયું હતું. તેણે તસવીરો ડિલિટ કરી ત્યાં સુધીમાં આ કામલીલા વાયરલ થઇ ગઇ હતી.

    આચાર્ય અને શિક્ષિકાના શરમજનક અને લાંછનરૂપ કિસ્સામાં શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. આ અંગે શિક્ષણાધિકારીએ પાલિકાને આદેશ કરી આચાર્ય સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. બીજી તરફ આ કિસ્સાના પગલે આચાર્ય અને શિક્ષિકા રજા પર ઉતરી ગયાં છે. બીજી તરફ શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરવા કપડવંજ પાલિકાને જણાવ્યું હતું.
    Published by:Sanjay Vaghela
    First published: