Home /News /gujarat /

યુવરાજસિંહના આરોપો પર જીતુ વાઘાણીનો જવાબ, 'ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ હશે તો કડક કાર્યવાહી થશે'

યુવરાજસિંહના આરોપો પર જીતુ વાઘાણીનો જવાબ, 'ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ હશે તો કડક કાર્યવાહી થશે'

જીતુ વાઘાણી

Gujarat Energy department scam: જે લોકોએ લાભ લેવા ગેરરીતી આચરી છે તેમની સામે કાર્યવાહી થશે.

    ગાંધીનગર: આપના અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે (Yuvrajsinh Jadeja) ઉર્જા વિભાગ દ્વારા લેવાતી ભરતીમાં કૌભાંડ (Energy department) ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. જે બાદ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી હતી. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, આ અંગે મુખ્યમંત્રી (Gujarat CM Bhupendra Patel) અને ઉર્જા મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. જે પણ આમાં કસુરવાર હશે તેની સામે પગલા લાવામાં આવશે.

    'સરકાર પાર્દશિતામાં માને છે'

    તેમણે વધુમાં જણાવ્યુ કે, જેટકોમાં મુંબઇની કંપની પરીક્ષા લઇ રહી છે. રાજ્ય સરકાર પાર્દશિતામાં માને છે. જેના કારણે રાજ્યમાં આ પરીક્ષાના જે જે સેન્ટરો છે તે તમામ પર સીસીટીવી અને વીડિયોગ્રાફી , જે પરીક્ષા પછી અને પહેલા પણ કરવામાં આવે છે. આ અંગે તપાસ કરીને કસુરવારને સજા થાય તે પ્રમાણે પહેલા પણ કર્યુ છે આજે પણ થશે. જે લોકોએ લાભ લેવા ગેરરીતી આચરી છે તેમની સામે કાર્યવાહી થશે.

    'મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીએ તપાસના આદેશ આપ્યા'

    જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, હાલ આ આક્ષેપો છે તે માટે યોગ્ય તપાસ થશે અને જે પણ કસૂરવાર હશે તેમની સામે પગલા લઇશું. આ સાથે ભવિષ્યમાં પણ પાર્દશિતાથી પરીક્ષા થાય તે અંગે રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. હું આવકારુ છું કે, રાજ્ય સરકારનું આ અંગે ધ્યાન દોરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.

    ઉર્જામંત્રી પર યુવરાજસિંહનો કટાક્ષ

    જ્યારે આ વિશે યુવરાજના આક્ષેપ બાદ રાજ્યના ઉર્જામંત્રીને સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ડોન્ટ ડિસ્ટર્બ... હું બેઠકમાથી નીકળ્યો છું, મારી પાસે હાલ આ વિશે કોઈ માહિતી નથી. ઉર્જામંત્રીએ યુવરાજના આક્ષેપ પર કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ યુવરાજસિંહે જણાવ્યું હતું કે, હાલ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જે ડોન્ટ ડિસ્ટર્બ કરીને જવાબ આપ્યો છે તેમાં અમારા વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે આ પ્રકારે જવાબો મળ્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Government, કૌંભાંડ, ગાંધીનગર, ગુજરાત, જીતુ વાઘાણી

    આગામી સમાચાર