બનાસકાંઠાઃ અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ 15 ગામોમાં રોડ શો કર્યો

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 7, 2017, 3:30 PM IST
બનાસકાંઠાઃ અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ 15 ગામોમાં રોડ શો કર્યો
ઉનાના દલિત અત્યાચાર બાદ આંદોલનકારી તરીકે જાણીતા બનેલા જિજ્ઞેશ મેવાણી હવે નેતા બનીને વડગામ બેઠક પરથી ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. હાલમાં જ તેમણે 15 ગામોમાં સળંગ રોડ શો યોજ્યો.

ઉનાના દલિત અત્યાચાર બાદ આંદોલનકારી તરીકે જાણીતા બનેલા જિજ્ઞેશ મેવાણી હવે નેતા બનીને વડગામ બેઠક પરથી ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. હાલમાં જ તેમણે 15 ગામોમાં સળંગ રોડ શો યોજ્યો.

  • Share this:

બનાસકાંઠાઃ  ગુજરાતમાં જે ત્રણ યુવા ચહેરાઓએ ચર્ચા ઊભી કરી છે તેમાંના એક જિજ્ઞેશ મેવાણીએ વડગામ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રંગેચંગે તેમણે 15 જેટલાં ગામોમાં રોડ શો કર્યો. કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને ટેકો જાહેર કર્યો છે, તેથી વડગામ બેઠક પર સીધો મુકાબલો જિજ્ઞેશ મેવાણી અને ભાજપ વચ્ચે છે.


ઉનાના દલિત અત્યાચાર બાદ આંદોલનકારી તરીકે જાણીતા બનેલા જિજ્ઞેશ મેવાણી હવે નેતા બનીને વડગામ બેઠક પરથી ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. હાલમાં જ તેમણે 15 ગામોમાં સળંગ રોડ શો યોજ્યો. જિજ્ઞેશ મેવાણીએ
અપક્ષ ઉમેદવારી નોંધાવતાં કોંગ્રેસે તેમના સમર્થનમાં ઉમેદવાર જાહેર કર્યો નથી. નેતાની ભાષા બોલવા માંડેલા મેવાણી કહે છે કે હું આંદોલનકારી છું અને આંદોલનકારી જ રહીશ.પંદરેક ગામોમાં જે રોડ શો યોજાયો એમાં 100 જેટલી કારના કાફલા સાથે જિજ્ઞેશ નીકળ્યો હતો.જિજ્ઞેશ યુવા છે અને યુવાઓમાં તેની અપીલ જોવા મળી રહી છે. તેના ભાષણ કોઈ ફેસબુક પર લાઇવ કરે છે તો કેટલાક યુવા તેની સાથે
સેલ્ફી પણ લે છે. જિજ્ઞેશનું ચૂંટણી-નિશાન સિલાઈ મશીન છે. કેટલાક યુવાનો માને છે કે જિજ્ઞેશ માત્ર દલિત કે યુવાઓના જ નહીં, ખેડૂતો અને વંચિતોના નેતા છે.


જિજ્ઞેશનો રોડ શો જ્યાં જ્યાંથી પસાર ત્યાં ત્યાં ક્યાંક ઢોલ-નગારા સાથે સ્વાગત થાય છે.....ક્યાંક બહેનો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે....ક્યાંક ફૂલોના હાર પહેરાવવામાં આવે છે....તો ક્યાંક કાળા વાવટા પણ દેખાડવામાં આવે
છે....નેતા થયા બાદ જિજ્ઞેશભાઈ પણ સ્માર્ટ બની ગયા છે. જે લોકો કાળા વાવટા દેખાડે છે તેના પર તેઓ ફૂલ વરસાવે છે...


ચૂંટણીઓ જાતિગત સમીકરણને આધારે જ લડાતી હોય છે. વડગામના જ્ઞાતિકીય પરિબળ જોઇએ તો વડગામમાં મુસ્લિમ, ઓબીસી તેમજ દલિતોની નોંધપાત્ર વસતી છે. વડગામની બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ માટેની અનામત બેઠક છે.
જિજ્ઞેશ દલિત આગેવાન છે તો તેની સામે ભાજપે દલિત નેતા તરીકે વિજય ચક્રવર્તીને ઉતાર્યા છે. વિજય ચક્રવર્તીના દાવો છે કે ભાજપ ભવ્ય વિજય મેળવશે, એમાં એક બેઠક વડગામની હશે.


વડગામ બેઠક પર જિજ્ઞેશ ઉપરાંત પણ કેટલાક અપક્ષ ઉમેદવાર ઊભા છે, પરંતુ સીધો મુકાબલો જિજ્ઞેશ અને ભાજપ વચ્ચે છે, કારણ કે કોંગ્રેસે જિજ્ઞેશને ટેકો જાહેર કર્યો છે.

First published: December 7, 2017, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading