Home /News /gujarat /

ભાજપનો ખેસ પહેરાવીને પાટીલ બોલ્યા, 'હું લેવા નથી ગયો પણ મને જયરાજસિંહ મળ્યાં'

ભાજપનો ખેસ પહેરાવીને પાટીલ બોલ્યા, 'હું લેવા નથી ગયો પણ મને જયરાજસિંહ મળ્યાં'

'કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા પોતાના પક્ષની વાત કરતો હોય છે. પરંતુ જ્યારે તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.'

'કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા પોતાના પક્ષની વાત કરતો હોય છે. પરંતુ જ્યારે તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.'

  ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election) 2022 નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ હાથ છોડીને ભાજપનો કેસરિયો પહેરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રવક્તા જયરાજસિંહ (Jayrajsinh Parmar) પરમાર પણ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપમાં રંગંચંગે જોડાયા છે. ભાજપમાં જોડાયા પહેલા તેઓએ કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતુ. જે બાદ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની (C R Patil) હાજરીમાં કેસરિયો ધારણ કરી લીધો છે. ત્યારે પાટીલે જણાવ્યું હતુ કે, તેમની એપક્ષા અંગે પૂછ્યું તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી એવું જણાવ્યું હતું. હવે તેમના માટે પાર્ટી જવાબદારી નક્કી કરશે. આ પ્રસંગે જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, રાજકારણ સેવાનો વિષય છે. માતાના આશીર્વાદ સાથે આજે નવી શરૂઆત કરી છે.

  'પહેલા જમાનો હતો કે રાજનો દીકરો રાજા થતો'

  જયરાજસિંહ પરમારે કેસરિયો ધારણ કર્યા પછી કહ્યું કે, પહેલા જમાનો હતો કે રાજનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં રોજ સત્તાઓ બદલાતી હતી. અત્યારે રક્તનું ટીપું ના પડ્યું હોય અને આખી સત્તા બદલાય એનું નામ લોકશાહી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, રાજનીતિ એ સેવાનો વિષય છે, આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો. નેશન ફર્સ્ટ. જે કાર્યકર્તા પ્રજા સાથેનો નાતો તૂટી જાય છે. હું નેતા પણ કોના નેતા એતો કહો. આ મંચ આ રાષ્ટ્રવાદી મંચની ઉપર એવો શું કામ આપણો સમય વેડફી નાંખીએ જેટલો સમય આપણે રાષ્ટ્રનિર્માણ માટે વાપરી શકીએ.

  આ પણ વાંચો- 'આ પાકિસ્તાન થઈ ગયું છે, તમે હિન્દુઓ અહીંથી ભાગી જાઓ' રાજકોટના એડવોકેટની અટકાયત

  તેમણે વધુમાં જણાવ્યુ કે, મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું. જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. અબ તો તૂફાન હી કરેલા ફેંસલા રોશની કા, દિયા વહીં જલેગા જીસમે દમ હોગા.  'મને જયરાજસિંહ મળ્યાં'

  જયરાજસિંહને આવકારતા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીને ભાજપમાં જોડાયા છે. કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા પોતાના પક્ષની વાત કરતો હોય છે. પરંતુ જ્યારે તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે. મારા અધ્યક્ષ થયા બાદ નક્કી કર્યું હતું કે, કોંગેસમાંથી કોઈને લાવવા નહિ. હું લેવા નથી ગયો, મને જયરાજસિંહ મળ્યાં.  તેમણે વધુમાં જણાવ્યુ કે, અમારા બીજા નેતાઓએ કહ્યું કે, આપણે તેમને લેવા જોઈએ. મેં તેમને પૂછ્યુ હતુ કે, તમારી કોઈ એપક્ષા છે તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી એવું જણાવ્યું હતું. હવે તેમના માટે પાર્ટી નક્કી કરશે તેમને શુ જવાબદારી સોંપવી,
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gandhinagar News, Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત, જયરાજસિંહ પરમાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन