બનાસકાંઠામાં જૈન સમાજ વિરુદ્ધ ઝેર ઓકતા અનુપ મંડળ સામે કાર્યવાહી કરવાની માંગ
બનાસકાંઠામાં જૈન સમાજ વિરુદ્ધ ઝેર ઓકતા અનુપ મંડળ સામે કાર્યવાહી કરવાની માંગ
બનાસકાંઠામાં જૈન સમાજ વિરુદ્ધ ઝેર ઓકતા અનુપ મંડળ સામે કાર્યવાહી કરવાની માંગ
જૈન સમાજ વિરુદ્ધમાં જુઠી ભ્રમણાઓ આ સંગઠન દ્વારા ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જૈન સમાજના સાધુ સંતોના કારણે જ કોરોના મહામારી પણ ફેલાઈ હોવાનું જૂઠાણું અનુપ મંડળના લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના ડીસામાં અહિંસા અને શાંતિપ્રિય જૈન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા સંગઠન અનુપ મંડળ વિરુદ્ધ આજે સમસ્ત જૈન અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અનુપ મંડળ સામે કાર્યવાહી કરવા તેમજ આ સંગઠનની ગતિવિધિ સામે કઠોર પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનુપ મંડળ નામના સંગઠન દ્વારા જૈન સમાજના સાધુ સંતો વિરુદ્ધ લોકોમાં ઝેર ઓકવામાં આવી રહ્યું છે. જૈન સમાજ વિરુદ્ધમાં જુઠી ભ્રમણાઓ આ સંગઠન દ્વારા ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જૈન સમાજના સાધુ સંતોના કારણે જ કોરોના મહામારી પણ ફેલાઈ હોવાનું જૂઠાણું અનુપ મંડળના લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લામાં જૈન સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળે છે.
આજે ડીસાના જૈન અગ્રણીઓએ આ અનુપ મંડળની ગતિવિધિ પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું સાથે આ અનુપ મંડળ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સ્થિત અનુપ મંડળ દસકાઓથી તર્કહીન વાતો કરી જૈન ધર્મ, સાધુ ,સંતો અને શ્રાવક સમુદાય માટે એલફેલ શબ્દોનો પ્રયોગ કરતું આવ્યું છે. આ સંગઠનના સભ્યો રાજસ્થાન ઉપરાંત ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિશેષ કરીને જોવા મળે છે જેઓ વિહાર કરતા જૈન સાધુ સાધ્વી સાથે પણ વારેઘડીએ ગેરવર્તુણક કરતા હોય છે. શાંતિપ્રિય જૈન સમાજ વિરુદ્ધ ઝેર ઓકતા આ અનુપ મંડળ સામે કડક કાર્યવાહી થાય તેવી જૈન સમાજ માંગણી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર