Interview: મને ખોટી રીતે સંડોવી હતી એટલે જ નિર્દોષ છૂટી છુંઃ માયાબેન કોડનાની

News18 Gujarati
Updated: April 21, 2018, 4:11 PM IST
Interview: મને ખોટી રીતે સંડોવી હતી એટલે જ નિર્દોષ છૂટી છુંઃ માયાબેન કોડનાની

  • Share this:
2002માં 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર 57 કારસેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના ઘટી હતી, જેને પ્રત્યાઙાત રૂપે ગુજરાત ભડકે બળ્યું હતું, જેમાં અમદાવાદ નરોડા પાટીયા વિસ્તારમાં પણ સામુહિક હત્યાકાંડ થયો હતો, જેમાં અમદાવાદની ખાસ અદાલતો માયા કોડનાનીને 28 વર્ષની સજા ફટકારી હતી. આ બાબતે ગઈકાલે તમામ આરોપીઓએ કરેલી અપીલની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે માયા કોડનાનીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. માયા કોડનાની પાછલા કેટલાક દિવસોથી ખરાબ તબિયતના કારણે જામીન પર હતા. તે ઉપરાંત બાબુ બજરંગી દોષિથ સાબિત થયો હતો.

આમ ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણોના આરોપસરમાંથી માયાબેન કોડનાનીને ઘણા લાબા સમય બાદ રાહતના સમાચાર મળ્યા છે. તેવામાં અમારા ન્યૂઝ રિપોર્ટર સંધ્યા પંચાલે માયાબેનને આરોપોમાંથી છૂટકારો મળ્યા બાદ તેમની સાથે સિધી વાત કરીને કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતા.

માયાબેન કોડનાનીએ ઈન્ટરવ્યુમાં નિર્દોષ છૂટવા બદલ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે કોર્ટમાં માયાબેનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ ધ્રૂસક-ધ્રૂસકે રડી પડ્યા હતા.

માયાબેનને જ્યારે પૂછવામાં આવ્યું કે, હજું પણ પીડિતોને એવું લાગે છે કે તેમને ન્યાય મળ્યો નથી અને તેઓ સુપ્રિમ કોર્ટમાં આને લઈને અરજી કરવાના છે, આ પ્રશ્નનો જવાબ આપતા માયાબેને જણાવ્યું કે, મારી ખોટી રીતે સંડોવણી કરવામાં આવી હતી કેમ કે, 2009 સુધી આ કેસમાં મારી કોઈ જ સંડોવણી નહતી ત્યાર બાદ જ મારા પર આરોપ લગાવીને મને ખોટી રીતે ફસાવવામાં આવી હતી, તે કારણે જ આજે હું નિર્દોષ જાહેર થઈ છું.

માયાબેન હજુ પણ પોતાને ભાજપની કાર્યકર્તા તરીકે જ ઓળખાવે છે, તેવામાં ભાજપ પણ આવનારા સમયમાં તેમને કોઈ મોટો હોદ્દો આપી શકે છે, કેમ કે માયાબેને પોતાના ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જ દેશની સેવા કરી શકાય છે. તેઓ કાલે પણ ભાજપના કાર્યકર્તા હતા અને આજે પણ છે. આમ તેમને આડકતરી રીતે ભાજપના મોટા પદ માટે પોતાની તૈયારી પણ દર્શાવી દીધી હતી.

તે ઉપરાંત માયાબેને દોષિત સાબિત થયેલા બાબુ બજરંગી માટે પણ દુ:ખ વ્યક્ત કરી નાંખ્યો હતો. તેમને લાગે છે કે, હાઈકોર્ટ બાબુ બજરંગી સાથે અન્યાય કર્યો અને તેમને સુપ્રિમ કોર્ટમાંથી ન્યાય મળી રહેશે.જ્યારે અમારા રિપોર્ટ સંધ્યાએ પૂછ્યું કે, શું તમને લાગી રહ્યું છે કે, તમે રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા છો. આ પ્રશ્નનો જવાબ આપવામાં પણ તેમને નનૈયો ભણ્યો હતો. તે ઉપરાંત તેમને પૂછવામાં આવ્યું કે, તમારી સંડોવણી કરવામાં આવી છે, તો તમારી સંડોવણી કોના દ્વારા કરવામાં આવી છે, તે વિશે તમે શું કહી શકો છો. આ પ્રશ્નના જવાબમાં પણ તેમને કહ્યું કે, 'મને તેની ખબર નથી પરંતુ મારી સંડોવણી થઈ હોવાની મને ખબર છે, મારી વિરૂદ્ધ નિવેદનો ઉભા કરીને એસઆઈટીમાં જઈને આપવામાં આવ્યા હતા.'

જોકે, માયાબેન તે બતાવવાનું ઈન્કાર કરી દીધું હતું કે, તેમની સંડોવણી પાછળ મુખ્ય હાથ કોનો હતો. અમારા રિપોર્ટરના મોટાભાગના વેધક પ્રશ્નોના જવાબમાં તેમને "મને ખબર નથી, હું આનો જવાબ ના આપી શકુ, તેવા જ જવાબ આપ્યા હતા."

 
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर