Home /News /gujarat /

ગુજરાતમાં પ્રથમ મેગા ટેક્સટાઇલ પાર્ક મેળવવા તમામ મોરચે લડી રહી છે ગુજરાત સરકાર, જાણો સુવિધાઓ

ગુજરાતમાં પ્રથમ મેગા ટેક્સટાઇલ પાર્ક મેળવવા તમામ મોરચે લડી રહી છે ગુજરાત સરકાર, જાણો સુવિધાઓ

પ્રતીકાત્મક તસવીર

દેશના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, મોટા રોકાણને આકર્ષવા, રોજગારની તકો અને કપડાંની નિકાસ વધારવાના ઉદ્દેશ્યથી આ યોજના બનાવવામાં આવી છે.

કેન્દ્ર સરકાર કાપડ ઉદ્યોગ(Development of Textile Market)ના વિકાસ માટે પીએમ-મિત્રા (મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન એન્ડ અપેરલ) (PM-MITRA) યોજનાને મંજૂરી આપતા જ ગુજરાતમાં પણ મેગા ટેક્સટાઇલ પાર્ક (First Mega Textile Park in Gujarat)ની સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો છે. આ સ્કીમ હેઠળ દેશમાં સાત ટેક્સટાઇલ મેગા પાર્ક (7 Textile Mega Park) માટે આગામી પાંચ વર્ષમાં લગભગ રૂ. 4445 કરોડનો ખર્ચ કરવાની યોજના છે.

બીજી તરફ આ યોજનાની જાહેરાત થતા જ સુરતના ઉદ્યોગપતિઓ (Surat Textile Business)માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓએ થોડા સમય પહેલા સુરત કે દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે દરેક સ્તર પર પોતાની રજૂઆત કરી હતી. ટેક્સટાઇલ પાર્કથી સુરતના કાપડ ઉદ્યોગ (Development of Surat Textile Business)માં સોનેરી સૂરજનો ઉદય થશે. આ યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે દેશના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, મોટા રોકાણને આકર્ષવા, રોજગારની તકો અને કપડાંની નિકાસ વધારવાના ઉદ્દેશ્યથી આ યોજના બનાવવામાં આવી છે. કાપડ ઉદ્યોગમાં ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર છે.

આ યોજનામાં કેવી સુવિધાઓ મળશે?

કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર : ઇન્ક્યુબેશન સેન્ટર, પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી, ડેવલપ્ડ ફેક્ટરી સાઇટ્સ, સડકો, પાવર, પાણી અને વેસ્ટ વોટર સિસ્ટમ, કોમન પ્રોસેસિંગ હાઉસ

સીઇટીપી ફેસિલિટી : ડિઝાઇન સેન્ટર, ટેસ્ટિંગ સેન્ટર

સપોર્ટ ઇન્ફ્કાસ્ટ્રક્ચર : વર્કર્સ હોસ્ટેલ અને હાઉસિંગ, લોજિસ્ટિક પાર્ક, વેર હાઉસિંગ, ટ્રેનિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ ફેસિલિટી

50 ટકા વિસ્તાર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે

20 ટકા વિસ્તાર યુટિલિટીઝ માટે

10 ટકા કોર્મિશયલ ડેવલપમેન્ટ માટે

ગુજરાતમાં 1000 એકર જમીનની જરૂર

ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ભરતા ગાંધીએ જણાવ્યું કે, ટેક્સટાઇલ પાર્ક માટે હાલ રાજ્ય સરકારને પહેલ કરવી પડશે. અમારે સુરત કે દક્ષિણ ગુજરાતમાં 1000 એકર જમીનની જરૂરિયાત રહેશે. પહેલા તેની વ્યવસ્થા કરવી પડશે. એવી પણ ચર્ચાઓ છે કે એક રાજ્યમાં એક જ પાર્ક મળશે. તેથી અમદાવાદ અમારું(સુરત) પ્રતિસ્પર્ધી બની શકે છે. આપને જણાવી દઇએ કે રાજ્ય સરકાર પણ વિશ્વાસુ છે કે દેશો પહેલો પાર્ક ગુજરાતને જ મળશે.

પ્લાનિંગ ટીમે કરી ભરૂચની મુલાકાતઃ સૂત્રો

એક વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મળેલી જાણકારી અનુસાર, જીઆઇડીસીએ નવસારી, ભરૂચ અને સુરત જીલ્લામાં અમુક જગ્યાઓ પસંદ કરી છે. જોકે જીઆઇડીસીની પ્લાનિંગ ટીમે ભરૂચની ચાર જગ્યાઓની મુલાકાત પણ કરી છે, જેમાં ખાનપુર-દેહ(812ha), ઉબેર(1000 ha), માલપુર(199 ha) અને ખરેલી(622 ha)નો સમાવેશ થાય છે. વધુમાં જણાવ્યું કે, સુરત અને નવસારીના નવા લોકેશન અંગે પણ વિચારણા ચાલુ છે.

યોજનામાં 20,000 કરોડનું રોકાણ કરાશે

આ યોજના અંતર્ગત એક જ જગ્યાએ કપડાની સ્પિનિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ અને પ્રિંટિંગથી લઇને મેન્યુફેક્ચરિંગ સુધીનું કામ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ-મિત્રા પાર્ક્સ બનાવવા માટે રૂ. 20,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે મિત્ર પાર્ક્સને અલગ-અલગ રાજ્યોમાં સ્થિત ગ્રી ફીલ્ડ કે બ્રાઉનફીલ્ડ જગ્યાઓ પર બનાવવામાં આવશે. તમામ ગ્રીનફીલ્ડ મિત્ર પાર્ક્સના ડેવલપમેન્ટ માટે 200 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને પ્રોત્સાહન આપવા માટે તમામ મિત્ર પાર્ક્સને 300 કરોડ રૂપિયાનો સપોર્ટ કરવામાં આવશે. તેનાથી કાપડ ઉદ્યોગને વેગ મળશે.

પ્રથમ પાર્ક મેળવવા રાજ્ય સરકાર લડશે તમામ મોરચે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષ કે જેઓ સુરતના એમપી પણ છે તેઓ પીએમ-મિત્રા યોજના અંતર્ગત પહેલો પાર્ક ગુજરાતમાં મેળવવા માટે તમામ મોરચે લડી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સુરત અને નવસારી નજીક જમીનના અભાવના કારણે પાર્ક માટે ભરૂચ પર પસંદગીનો કળશ ઢોળાઇ શકે છે.

પીએમ મોદીનું 5F વિઝન

કેન્દ્રીય કાપડ મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું કે, આ પગલું પીએમ મોદીના 5F વિઝનથી પ્રેરિત છે. આ 5F વિઝનમાં ફાર્મ ટૂ ફાઇબર ટૂ ફેક્ર્ટ્રી ટૂ ફેશન ટૂ ફોરેન સામેલ છે. સરકારને વિશ્વાસ છે કે આ યોજનાથી સેક્ટરમાં 21 લાખ નોકરીઓ ઊભી થશે.

10 રાજ્યોએ યોજનામાં દાખવ્યો રસ

આ યોજનાથી ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, પંજાબ, ઓડિશા જેવા રાજ્યોને ઘણો ફાયદો થશે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક ઊભા કરવા 10 રાજ્યોએ રસ દર્શાવ્યો છે. એક પાર્ક ઊભો કરવામાં લગભગ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

વર્ષ 2025 સુધી 200 અબજ ડોલરના વેપારની આશા

કેન્દ્ર સરકાર અનુસાર, દેશમાં કાપડ ઉદ્યોગનો વેપાર 45 અબજ ડોલરનો છે અને 2025 સુધી તેને વધારીને 200 અબજ ડોલર કરવાની આશા છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2005માં 10મી પંચવર્ષિય યોજના અંતર્ગત ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક(ITPS) યોજના શરૂ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત, ટેક્સટાઇલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन