Home /News /gujarat /

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે અનુસુચિત જાતિના વિધાર્થીઓને ભુપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે અનુસુચિત જાતિના વિધાર્થીઓને ભુપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ

શૈક્ષણિક અને વ્યક્તિ લક્ષી યોજનાઓ માટે 6 લાખની આવક મર્યાદા કરાઈ.

Gujarat Education: શૈક્ષણિક અને વ્યક્તિ લક્ષી યોજનાઓ માટે 6 લાખની આવક મર્યાદા કરાઈ.

ગાંધીનગર: ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની (Dr Babasaheb Ambedkar) 131મી જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ અને લઘુમતી,ઈબીસી જાતિના લોકોને  રાજ્ય સરકારે મહત્વની ભેટ આપી છે. શૈક્ષણિક અને વ્યક્તિલક્ષિ યોજનાઓ માટેની આવક મર્યાદા રૂપિયા ૬.૦૦ લાખ કરાઈ.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી  પ્રદીપ પરમારે જણાવ્યું છે કે, રાજ્યના અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ,લઘુમતી, ઈબીસીના લાભાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂપિયા છ લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અંદાજે વધુ એક લાખ લોકોને લાભ મળશે.

મંત્રી  પ્રદીપ પરમારે ઉમેર્યું હતું કે, રાજ્યના અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ,લઘુમતી, ઈબીસીના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે.

આ પણ  વાંચો - અમદાવાદ : પેટ્રોલના ભાવ વધારાથી કંટાળી તમે e vehicle ખરીદવાનું વિચાર્યું છે? ધ્યાન રાખજો નહીં તો...

ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે. જે માટે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે.

આ પણ વાંચો - Students Innovation: વિદ્યાર્થીઓનું ઇનોવેશન, અકસ્માત સમયમાં મેડિકલ ઇમરજન્સીમાં થશે મદદરૂપ

રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતુ કે, અનુસૂચિત જાતિ,વિકસતી જાતિ,લઘુમતી, ઈબીસીની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા ૫૦ કરોડનું વધારાનું ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ૨.૫૦ લાખ અને લાભાર્થીઓ માટે આવક મર્યાદા પહેલા  ગ્રામીણ વિસ્તારમાટે રૂપિયા ૧.૨૦ લાખ હતી. જયારે શહેરી વિસ્તારમાં પહેલા ૧.૫૦ લાખ હતી. જેને ધ્યાને લઈને વઘુ વિદ્યાર્થીઓને અને લાભાથીઁઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરવામાં આવશે.આ સાથે તેમણે સંબોધનમાં જણાવ્યુ કે, પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સબ કા સાથ સબ કા વિકાસ અને સામાજીક સમરસતાના હિમાયતી છે. દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબે જવાબદારી સંભાળ્યા પછી યુનોની અંદર પણ 14મી એપ્રિલએ ઉજવણી થાય તે પ્રયાસ કર્યો અને તેમને સફળતા મળી. લંડનમાં અભ્યાસ દરમિયાન જ્યાં તેમનું નિવાસ્થાન હતું ત્યાં ભાજપની મહારાષ્ટ્ર સરકારે લંડનમાં તેમના નિવાસસ્થાનને ખરીદી ત્યાં મ્યુઝીયમ બનાવ્યું. નાગપુરમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીએ દિક્ષા લીધી હતી  તે સ્થળને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તીર્થભૂમિ તરીકે વિકસીત કર્યુ. ડો.બાબા સાહેબ આંબેડકરજીને સર્વોચ્ચ સન્માન મળવું જોઇએ તે કોંગ્રેસે ક્યારેય આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગીય અટલબિહારી વાજપેયજી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સાચા અર્થમાં સન્માન આપી શ્રદ્ધાંજલી આપી છે. ભારત સરકારની ડિજિટલ એપનું નામ ભીમ એપ રાખી રોજીંદા જીવનમાં પણ ડો.બાબા સાહેબ આંબેડકરજીને દેશની પ્રજા યાદ કરે તેવો પ્રયાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યો છે અને તેમને સફળતા મળી છે આજે આખા દેશના લોકો ભીમ એપનો ઉપયોગ કરે છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીનું સર્વોચ્ચ સન્માન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને ભાજપના નેતૃત્વએ કર્યુ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર