સાબરકાંઠાના આ ગામમાં 70 ટકા યુવાનો કરી રહ્યાં છે દેશની સેવા !

કોડીયાવાડા ગામમાં ઘર દીઠ એક વ્યક્તિ સુરક્ષા દળમાં ફરજ બનાવીને દેશવી રક્ષા કરે છે

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાનું કોડીયાવાડા ગામમાં રહેતા મોટાભાગના યુવાનો દેશની સેવા કરી રહ્યાં છે.

 • Share this:
  ઈશાન પરમાર,સાબરકાંઠાઃ દેશની સુરક્ષા કરવા માટે સર્વ ભારતીઓ તત્પર હોય છે તો કેટલાક દેશભક્તોના લોહીમાં દેશભક્તિ સમાયેલી હોય છે જેને લઈને તેઓ પોતાનું તન દેશની સેવા કરવા માટે સોપી દેતા હોય છે ત્યારે આજે આપણે એવા ગામની મુલાકાત કરીશુ કે જે ગામના 70 ટકા જેટલા લોકો દેશની સેવા કરી રહ્યા છે.

  સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાનું કોડીયાવાડા ગામમાં રહેતા મોટાભાગના યુવાનો દેશની સેવા કરી રહ્યાં છે. ભારતની અંદાજે તમામ સુરક્ષા દળમાં આ ગામનો એક યુવાન ફરજ બજાવતો ચોક્કસ પણે જોવા મળશે, આ ગામ આમતો 4 હજારની આસપાસ વસ્તી ધરાવે છે અને તેમાં 750થી વધુ સૈનિકો અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએ દેશની રક્ષા કરી રહ્યા છે. ભાગ્યે જ કોઈ જગ્યા એવી હશે કે જ્યાં તમને આ ગામનો જવાન જોવા નહિ મળે. ખાસ કરીને તમામ જગ્યાએ આ ગામના યુવાનો દેશની રક્ષા કરી રહ્યા છે તો અત્યાર સુધીઆ ગામના 150થી વધુ નિવૃત થયા છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ કેવી હશે 5G ટેક્નોલોજી અને શું હશે તેની ડાઉનલોડિંગ સ્પીડ ?

  કોડીયાવાડા ગામમાં ઘર દીઠ એક વ્યક્તિ સુરક્ષા દળમાં ફરજ બનાવીને દેશવી રક્ષા કરે છે અને આ ગામ દર વર્ષે નવા-નવા જવાનો પણ આપે છે. હજુ પણ વધુ યુવાનો દેશની રક્ષા કરવા માટે તત્પર છે પરતું અહિ સરકાર તરફથી આ ગામની અવગણના પણ કરાઇ હોવાનું લાગી રહ્યું છે. વધુમાં અહિના યુવાનો માટે કોઈ સારુ ગ્રાઉન્ડ નથી પંચાયત જગ્યા પણ આપવા તૈયાર છે પરંતુ ફાડવણી થતી નથી. જો આ ગામને સરકાર દ્રારા કંઈક મદદ કરવામાં આવે તો હજુ પણ વધુ યુવાનો દેશની રક્ષા કરવા માટે જોડાઈ શકે તેમ છે. તો આ ગામને માત્ર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ યાદ કરાય છે અન્ય કોઈ દિવસે ગામની કોઈ નામ પણ લેતુ નથી તો કોઈ મુલાકાત પણ કરતુ નથી.
  Published by:Sanjay Vaghela
  First published: