Home /News /gujarat /

થરાદમાં ભાજપ-કોંગ્રેસના તથા ડીસામાં કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન

થરાદમાં ભાજપ-કોંગ્રેસના તથા ડીસામાં કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન

ડીસાના કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ દેસાઈએ પણ કર્યુ મતદાન, તેમણે ડીસાની કૂચાવાડા પ્રા. શાળામાં કર્યુ મતદાન...

ડીસાના કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ દેસાઈએ પણ કર્યુ મતદાન, તેમણે ડીસાની કૂચાવાડા પ્રા. શાળામાં કર્યુ મતદાન...

રાજ્યમાં વિધાનસભાની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે થરાદના બીજેપીના ઉમેદવાર પરબતભાઈ પટેલે મતદાન કર્યું. થરાદની ભાચર પ્રા. શાળામાં કર્યુ મતદાન.

બીજીબાજુ થરાદના કોંગ્રેસના ડામરાજી રાજપૂત કર્યુ મતદાન, તેમણે પોતાના ગામ ચારડામાં જઈ કર્યુ મતદાન.

આ બાજુ ડીસાના કોંગ્રેસના ઉમેદવાર ગોવાભાઈ દેસાઈએ પણ કર્યુ મતદાન, તેમણે ડીસાની કૂચાવાડા પ્રા. શાળામાં કર્યુ મતદાન.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની 9 બેઠક પર મતદાન શરૂ, જિલ્લાના કુલ મતદાર 21 લાખ 40 હજાર, 303 મતદારો કરશે મતનો ઉપયોગ, 20 થી 39 વર્ષના 11 લાખ 14 હજાર, 796 મતદારો, જિલ્લામાં 100 વર્ષથી વધુ ઉંમરના 281 વડીલ મતદારો કરશે મતદાન, જિલ્લામાં કુલ 2553 મતદાન મથકો પર થશે મતદાન.
First published:

Tags: Gujarat Assembly Election, Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, Gujarat Vidhan Sabha Chunav, Gujarat Vidhan Sabha Election, ગુજરાત ચૂંટણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन