Home /News /gujarat /

13માં દિવસે પણ તીડનો આતંક યથાવત, ખેડૂતો તીડથી બચવા આ 10 ઉપાયો અજમાવો

13માં દિવસે પણ તીડનો આતંક યથાવત, ખેડૂતો તીડથી બચવા આ 10 ઉપાયો અજમાવો

તીડનું એક ટોળું દિવસમાં 200 ટન ખોરાક ખાઈ જાય છે.

ખેડૂતો આ મુદ્દાઓને અમલમાં મૂકીને તીડથી પાકને બચાવી શકાય છે. તીડના એક ઝૂંડમાં 8-10 કરોડ તીડ હોય છે અને તે જ્યાં ત્રાટકે ત્યાં એક દિવસમાં 200 ટન ખોરાક લે છે.

  અમદાવાદ : રાજ્યના ઉત્તર ગુજરાતમાં ચાર જિલ્લાના 6 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા તીડે તરખાટ મચાવ્યો છે. તીડના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છના રણ વિસ્તારની ખેતી તબાહ થવાના આરે છે ત્યારે ખેડૂતોએ તીડને નાથવાના કેટલાક ઉપાયો અને તીડનો કખ્ખો જાણવા જેવો છે. આ તીડ પાકિસ્તાનથી આવ્યા છે. ખેડૂતો જ્યારે DJ વગાડી અને ઢોલ-નગારાં વગાડી પીપૂડાં વગાડી તીડ ભગાડી રહ્યા છે, ત્યારે તીડ નિયંત્રણ માટેના સરળ ઉપાયો 10 મુદ્દામાં જાણવા જરૂરી છે. તીડની સૌથી ઘાતક બાબત એ છે કે એક ટોળામાં તે 8-10 કરોડની સંખ્યામાં હોય છે અને જ્યાં તીડનું ટોળું ત્રાટકે ત્યાં તે એક જ દિવસમાં 200 ટન ખોરાક લે છે.

  તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરવું જોઇએ?

  • તીડનુ ટોળુ આવતુ હોવાના સમાચાર મળે કે તુરંત ગ્રામજનોને સાવધ કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગાડી મોટા અવાજ કરવા

  • તીડનુ ટોળુ રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા અથવા લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો.

  • જે વિસ્તારમાં તીડના ઈંડા મુક્યા હોઈ તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીન દીઠ 25 કિ.ગ્રા. જેટલી મેલાથીઓન 5%, ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીના બે ફુટ પહોળા પટ્ટાઓ કરવા.

  • તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકુચ કરતા હોય, ત્યારે અનુકૂળ જગ્યા એ લાંબી ખાઈઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા.
   તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભકા [ડાંગરની કૂશકી (100 કિ. ગ્રા.) ની સાથે ફેનીટ્રોથીઓન (0.5 કિ.ગ્રા.) + ગોળની રસી (5 કિ. ગ્રા.) બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવી.

  • જ્યાં ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં મેલાથીઓન 5% ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીનો છંટકાવ કરવો.

  • તીડના ટોળાનું નિયંત્રણ કરવા સવારના સમયે ફેનીટ્રોથીઓન 50% ઈ.સી. અથવા મેલાથીઓન 50% ઈ.સી. અથવા ક્લોરપાયારીફોસ 20% ઈ.સી. દવા 1 લીટર પ્રમાણે 800થી1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો.

  • જમીન પર રાતવાસો માટે ઉતરેલું તીડનું ટોળું પણ સામાન્ય રીતે સવારનાં દસ-અગીયાર વાગ્યા પછી જ પ્રયાણ કરતું હોય છે ત્યારે મેલાથીઓન ૫% અથવા ક્વિનાલ્ફોસ 1.5% ભૂકી દવાનો છંટકાવ કરવો.

  • લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5% અર્ક) અથવા લીંબડાનું તેલ 40 મિ.લિ + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીંબડા આધારીત તૈયાર કીટકનાશક 20 મિ.લિ. (1 ઈ.સી.) થી 40 મિ.લિ. (0.15 ઈ.સી.) 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણને છાંટવાથી આવા છોડ તીડ ખાતા નથી.

  • તીડના ઈંડા મુકાયા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડાનો નાશ કરવો.


  આ પણ વાંચો :  'ધમાલમાં સિંઘમ બનવા ન જતી, અમદાવાદની ધમાલ તે જોઇ નથી' : LRDને તેના પતિએ ધમકી આપતા ફરિયાદ

  પ્રજનનક્ષમ પીળા રંગના તીડ નર માદાનું જોડાણ બનાવી આગળની પેઢી ઉત્પન્ન કરે છે.


  રણ તીડ રણ તીડનું જીવન ચક્ર અને તેની ઓળખ

  • ઈંડા અવસ્થા માદા રેતાળ રણ પ્રદેશની જમીનમાં 5થી12 સેન્ટીમીટર નીચે 2થી4 વખત 60થી200 ઈંડા મૂકે છે. ઈંડામાંથી 10-12 દિવસમાં
   બચ્ચા બહાર આવે છે

  • બચ્ચા અવસ્થા ઈંડામાંથી નિકળેલ તીડના બચ્ચાં -7 વખત કાંચળી ઉતારી પુખ્ત અવસ્થા ધારણ કરે છે જે અવસ્થા 40-85 દિવસની હોય છે.

  • પુખ્ત વયના અપરિપકવ તીડ ટોળામાં પ્રવાસ કરી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવેશે છે

  • પ્રજનનક્ષમ પીળા રંગના તીડ નર માદાનું જોડાણ બનાવી આગળની પેઢી ઉત્પન્ન કરે છે

  • રણતીડનો જીવનક્રમ સામાન્ય રીતે આપણે ત્યાં દેખાતા અન્ય તીતીઘોડા જેવો જ હોય છે આ જીવાત મુખ્યત્વે રણમાં જોવા મળે છે

  • રણ તીડ મોટા ટોળામાં હજારો માઈલ ઉડી લીમડા સિવાય ઘાસ, વનસ્પતિ, ઝાડ-પાંદડા અને ખેતરના ઉભા પાકને ખાઈને ભારે નુકસાન કરે છે

  • સામાન્ય રીતે એક તીડ તેના વજન જેટલો જ રોજનો ખોરાક લે છે

  • આવા એક ટોળામાં 8 થી 10 કરોડ તીડ હોય છે. જેથી જ્યાં પણ આવું ટોળુ ઉતરે ત્યાં એક જ દિવસમાં 200 ટન જેટલો ખોરાક લે છે.  આ પણ વાંચો :  મહારાષ્ટ્ર: 10 રૂપિયામાં મળશે 'શિવ ભોજન' થાળી, ખેડૂતો માટે લોન માફ, ઉદ્ધવ કેબિનેટે યોજનાને આપી મંજૂરી

  માર્ચ 2020માં તીડનું ઝૂંડ ફરી ત્રાટકવાની આગાહી

  સંયુક્ત રાષ્ટ્રસંઘ (United nations) સાથે જોડાયેલી કૃષિ સંસ્થાએ નવેમ્બર મહિનામાં જ જાહેર કરી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ ઊંઘતા રહ્યા અને તીડની આતંકી સેનાએ ગુજરાતનાં ખેતરોમાં તબાહી મચાવી દીધી. UNએ 4 ડિસેમ્બરે જાહેર થયેલા સત્તાવાર બુલેટીનમાં ભારત પર ખતરો હોવાનું જણાવાયું હતું. દરમિયાન આગામી માર્ચ મહિનામાં ફરીથી રાજ્યમાં તીડ ત્રાટકે તેવી શક્યતા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Locust, ગુજરાત, હુમલો

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन