Home /News /gujarat /પાટણ જીલ્લામાં 4માંથી 3 બેઠક કોંગ્રેસના ફાળે, 1માં ભાજની જીત

પાટણ જીલ્લામાં 4માંથી 3 બેઠક કોંગ્રેસના ફાળે, 1માં ભાજની જીત

રાધનપુર બેઠક પર કોંગ્રેસના અલ્પેશ ઠાકોર નો વિજય થયો છે...

રાધનપુર બેઠક પર કોંગ્રેસના અલ્પેશ ઠાકોર નો વિજય થયો છે...

    પાટણ જિલ્લાની 4 બેઠકો પર 2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ 2012થી ઉલટું આવ્યું. 2012માં પાટણની 4 બેઠકો પૈકી 3 બેઠક ભાજપ પાસે હતી, અને 1 બેઠક કોંગ્રેસ પાસે હતી. જયારે 2017માં પાટણ ની 4 બેઠકો પૈકી 3 બેઠક કોંગ્રેસના હાથમાં ગઈ છે. જયારે 1 બેઠક ભાજપના ફાળે આવી છે. પાટણ જિલ્લાની 4 બેઠકોમાંથી 3 બેઠકો કોંગ્રેસના નવા નિશાળિયાના હાથના ફાળે આવી. જયારે 1 બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું. પાટણ જિલ્લાની 16-રાધનપુર, 18-પાટણ અને 19- સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજય થયો છે.

    16 રાધનપુર બેઠક પર કોંગ્રેસના અલ્પેશ ઠાકોર નો વિજય થયો છે. રાધનપુર બેઠક પર ઓ બી સી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા. જેથી આ બેઠક પર મહત્વની નજર હતી. રાધનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર - 14.927 મતથી વિજય થયા છે. બંને ઉમેદવારોને મળેલા મત પર નજર કરીએ તો....

    અલ્પેશ ઠાકોર - કોંગ્રેસ - 85.194
    લવિંગજી ઠાકોર - ભાજપ - 70.267
    તફાવત - 14.927

    તો સિદ્ધપુર અને પાટણ બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારોનો મોટી લીડથી વિજય થયો છે. સિદ્ધપુર બેઠક પર જયનારાયણ વ્યાસ નો પરાજય થયો છે. કહી શકાય કે ભાજપના કદાવર નેતા નો અહીં કોંગ્રેસના નવા ચહેરા સામે મોટી લિડે હાર મળી છે. સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જિલ્લામાં સૌથી વધુ લીડ 26.672 મત થી વિજય થયા છે. નજર કરીએ મળેલા મતો પર તો...

    ચંદનજી ઠાકોર - કોંગ્રેસ - 65.226
    જયનારાયણ વ્યાસ - ભાજપ - 38.554
    તફાવત - 26.672

    તો પાટણ બેઠક પર કોંગ્રેસનો હાથ મજબૂત લીડથી ભાજપના કમળને કચડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ભાજપના રિપીટ ઉમેદવાર રણછોડ રબારીને 24.223 મતો ની લીડથી હરાવીને કિરીટ પટેલ વિજય બન્યા છે. જયારે માત્ર ચાણસ્મા બેઠક ભાજપના ફાળે ગઈ છે. ચાણસ્મા બેઠક પર ત્રિપાંખિયો જંગ હતો જેમાં કોંગ્રેસના બળવાખોર દિનેશ ઠાકોર અપક્ષમાંથી લડ્યા. જેમને આશરે 27067 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈને 64.630 મત મળ્યા છે, અને ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને 73041 મતો મળ્યા છે.

    ચાણસ્મા બેઠક પર ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોર 8411 મત થી વિજય બન્યા છે ચાણસ્મા બેઠક પર અપક્ષ ઉમેદવાર દિનેશ ઠાકોર કોંગ્રેસને નડતરરૂપ બનતા અહીં કોંગ્રેસ નો પરાજય થયો છે.

    તો, પાટણ જિલ્લાની કોંગ્રેસના હાથમાં ગયેલ 3 બેઠકો પર વિજય બનેલા કોંગ્રેસના ઉમેદવારો પણ પહેલીવાર રાજનીતિમાં મોટું ડગલું ભરીને આગળ વધ્યા છે. આમ, પાટણ જિલ્લાની 4 બેઠકો પર 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર ભાજપ નો ભગવો લહેરાયો છે.
    First published:

    Tags: Assembly election 2017, Gujarat assembly election results, Gujarat assembly election results 2017, Gujarat assembly polls result, Gujarat assembly polls result 2017, Gujarat Election 2017, Gujarat election results 2017

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો