Home /News /gujarat /

બનાસકાંઠા: પતિએ પ્રેમિકા સાથે લગ્ન કરી પત્નીને આપ્યાં તલાક, જાનથી મારી નાંખવાની આપી ધમકી

બનાસકાંઠા: પતિએ પ્રેમિકા સાથે લગ્ન કરી પત્નીને આપ્યાં તલાક, જાનથી મારી નાંખવાની આપી ધમકી

ટ્રિપલ તલાક

Banaskantha news: સાદીયાના નિકાહ ફતેગઢના શાહિદ શબ્બીર સેલિયા સાથે તેર વર્ષ પૂર્વે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરાઓ પણ છે

  બનાસકાંઠા: રાજ્યમાં (Gujarat) જાહેરમાં ટ્રિપલ તલાક (triple talaq) આપ્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડગામના (Vadgam) ફતેગઢના મુસ્લિમ યુવકે રસ્તામાં જ પત્નીને ત્રણ તલાક આપી દીધા.
  પતિ અને સાસુ-સસરાના ત્રાસના કારણે પત્ની ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી. પતિએ નવ મહિના પહેલા તેની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. પરણિતા પાંચ દિવસ પહેલા સિધ્ધપુરથી પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં મામા સસરાની સાથે તેના પતિ આવ્યો હતો. પતિએ જાહેરમાં જ ત્રણ તલાક આપી દીધા હતા. આ અંગે તેણીએ પતિ સાહિદ સેલિયા અને મામા સસરા યાસીન નેદરિયા સામે મહિલા અધિનિયમ 2019 અંતર્ગત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  દંપતીને બે દીકરીઓ પણ છે

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડગામ તાલુકાના માહી ગામના આસિફ અબ્દુલ રહીમ નાંદોલિયાની દીકરી સાદીયાના નિકાહ ફતેગઢના શાહિદ શબ્બીર સેલિયા સાથે તેર વર્ષ પૂર્વે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરાઓ પણ છે. છેલ્લા ત્રણ વર્ષથી પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હતો. સાદીયાને પતિ, સાસુ, સસરા શારીરિક માનસિક ત્રાસ આપી પહેરેલા કપડામાં જ ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તે પિતાના ઘરે માહી ગામે રહેતી હતી. પતિએ જાહેરમાં તલાક આપતા કાનૂની કાર્યવાહી કરી ભરણપોષણનો કેસ કર્યો હતો.

  આ પણ વાંચો:  પાડોશીએ કરી શિક્ષિકાની ઘાતકી હત્યા, યુવાન પુત્ર ઇજાગ્રસ્ત

  જાહેરમાં તલાક આપી દીધા

  સાદીયાને તેના પતિએ પ્રેમિકા સાથે લગ્ન કર્યાની જાણ થતાં 10મી મેના રોજ કામ અર્થે સિદ્ધપુર ગયા હતા. જ્યાંથી પરત ફરતા તેનીવાડા હાઇવે ઉપર પતિ તેમજ મામા સસરા રસ્તામાં મળ્યા હતા. જેમને સાદીયાએ બીજા લગ્ન કેમ કર્યા તે અંગે પૂછ્યું હતુ. જેથી પતિ કહ્યું હતું કે, હા મેં બીજા લગ્ન કરી લીધા છે. જેથી સાદીયાએ કહ્યું હતું કે, તમે મને તલાક આપ્યા વગર બીજા લગ્ન કેવી રીતે કરી શકો? જ્યાં મામા સસરાએ કહ્યુ કે, હવે સાદીયાને લાવવી નથી તું તેને તલાક આપી દે તેમ કહેતા પતિએ સાદીયાને જાહેરમાં ત્રણ વખત તલાક બોલી આપી દીધા હતા.  જાનથી મારી દફનાવવાની આપી ધમકી

  વાત આટલેથી જ અટકી નથી, પતિએ પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પતિએ કહ્યુ હતુ કે, હવે જો ફતેગઢ આવીશ તો જાનથી મારી ફતેગઢમાં દફનાવી દઈશ. આ અંગે સાદીયાએ પતિ શાહિદ સેલિયા અને મામા સસરા યાસીન નેદરિયા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગુજરાત, ત્રિપલ તલાક, બનાસકાંઠા

  આગામી સમાચાર