1 મેથી 18થી 45 વર્ષનાં વ્યક્તિને ફ્રીમાં મળશે કોરોનાની રસી, આ રીતે કરાવો નોંધણી

1 મેથી 18થી 45 વર્ષનાં વ્યક્તિને ફ્રીમાં મળશે કોરોનાની રસી, આ રીતે કરાવો નોંધણી
પ્રતીકાત્મક તસવીર

કોરોના રસી લેવા માટે કઇ રીતે રસીકરણ કરાવી શકાય છે. નામની નોંધણી અને એપોઇમેન્ટ વગર રસી આપવામાં આવશે નહીં.

 • Share this:
  ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં (India) પહેલી મેથી કોરોના રસીકરણ (corona vaccine) અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેમાં 18થી 45 વર્ષના લોકો માટે રસીની જાહેરાત કરાઈ છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં રસી મફત (free vaccination) કરી દેવામાં આવી છે. આ તબક્કામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન (corona vaccine registration) ફરજિયાત (vaccine registration mandatory) છે, અને એક સમયે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન થઈ શકશે. તો આજથી એટલે 28મી એપ્રિલથી તમે રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. નામની નોંધણી અને એપોઇમેન્ટ વગર રસી આપવામાં આવશે નહીં. તો આપણે જોઇએ કે, કોરોના રસી લેવા માટે કઇ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

  આ અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 18થી 45 વર્ષની વયના લોકો માટે કોવિન વેબ પોર્ટલ (CoWin) પર રજીસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય કાઢવો ફરજિયાત રહેશે. આ જ કારણ છે કે, રસીકરણ કેન્દ્રમાં શરૂઆતમાં નોંધણીની મંજૂરી નથી.  રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલટા બાદ અનેક વિસ્તારોમાં હજી ચાર દિવસ વરસાદની આગાહી

  ક્યાં રજિસ્ટ્રેશન કરાશે?

  કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.  આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?

  આરોગ્ય સેતુ એપ (Aarogya setu App) પર તમને Cowinનું ડેશબોર્ડ દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે લોગઈન/રજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર ઓટીપી આવશે જેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થશે. તમારે તમારું નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ 4 અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેક્સિનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમારું મનગમતું સેન્ટર પસંદ કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે.

  મહેસાણા: ગામના યુવાનનું ઓક્સિજનના અભાવે મોત થયું, તો સરપંચે શાળામાં જ તૈયાર કર્યા ઓક્સિજન બેડ

  નોંધણી માટે તમારે ફોટો આઈડી પ્રુફ જેમ કે, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે આધાર કાર્ડની જરૂર પડશે.  કોવિન પોર્ટલ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?

  કોવિન પોર્ટલ (www.cowin.gov.in) પર જાઓ. ત્યારબાદ તમારો 10 આંકડાવાળો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફાય કરો. ઓટીપી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારી પ્રાથમિક જાણકારી જેમ કે નામ, જન્મતિથિ,વગેરે ભરવાની રહેશે. ત્યારબાદ તમારી નજીકનું કોવિડ રસીકરણ સેન્ટર પસંદ કરો. સેન્ટર પસંદ કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસંદ કરો. બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો. જે બાદ તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થશે.
  Published by:Kaushal Pancholi
  First published:April 28, 2021, 08:08 am

  ટૉપ ન્યૂઝ