Home /News /gujarat /ગરમીનો પ્રકોપ, તૂટ્યો 17 વર્ષનો રેકોર્ડ, મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી ગરમી

ગરમીનો પ્રકોપ, તૂટ્યો 17 વર્ષનો રેકોર્ડ, મોડાસામાં સૌથી વધુ 48 ડિગ્રી ગરમી

અમદાવાદ રિલીફ રોડ પર શો રૂમ ધરાવતા અને ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રમુખ મેઘરજભાઈ જણાવે છે કે સામાન્ય દિવસો કરતા એસી ફૂલરની માંગમાં 40 ટકા વધારો થાય છે. આખા વર્ષ દરમિયાન એસી અને કુલરનો જેટલું વેચાણ થાય છે તેનું 50 ટકા વેચાણ ઉનાળાની સીઝનમાં હોય છે.

રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતેએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરતામાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે આજે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતેએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

    આમ સરેરાશ રાજ્યમાં ગરમી 45 ડિગ્રીને પાર થઇ ગઇ છે. આટલી ગરમીમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે અને કામ વગર ગરમી બહાર ન નીકળવાની અપિલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.  સાથે સાથે આગામી દિવસોમાં હિટવેવ અને ગરમીનું પ્રમાણ વધવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42.-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

    ક્યાં કેટલું તાપમાન

    શહેર તાપમાન

    મોડાસા 48

    વાવ 47

    સુરેન્દ્રનગર 46

    અમદાવાદ 45

    ભૂજ 45

    રાજકોટ 45

    અમરેલી 44

    કંડલા 44

    ગાંધીનગર 43

    વડોદરા 43
    Published by:ankit patel
    First published:

    Tags: Modasa, ઉત્તર ગુજરાત, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन