ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં લીમડો, પીપળો, જાંબુ રોપવા અપીલ કરી

ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં લીમડો, પીપળો, જાંબુ રોપવા અપીલ કરી
પ્રતિકાત્મક તસવીર

વનવિભાગના સંબંધિત અધિકારીઓ અને ભાજપાના પદાધિકારીઓને પોતાના લોકસભા વિસ્તારની વિધાનસભામાં વૃક્ષો આપવા વ્યવસ્થા કરવામાં આવી છે

  • Share this:
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની ગાંધીનગર લોકસભા વિસ્તારને "હરિયાળું ગાંધીનગર લોકસભા" બનાવવા મતક્ષેત્રના તમામ નાગરિકોને સોસાયટી, ફ્લેટ અથવા નજીકના વિસ્તારમાં ઓછા પાંચ લાંબા આયુષ્યવાળા વૃક્ષો જેવા કે લીમડો, પીપળો, જાંબુ રોપવા માટે અપીલ કરી છે.

કોરોના મહામારી સામેની લડાઇ આપણે સૌ મક્કમતાપૂર્વક લડી રહ્યા છીએ ત્યારે વૃક્ષારોપણના અભિયાન અંતર્ગત મતક્ષેત્રના નાગરિકો આ વર્ષે પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને વધુ હરિયાળું બનાવવા સક્રિય ભૂમિકા ભજવી મોટી માત્રામાં વૃક્ષારોપણ કરી, વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે અપીલ કરી છે.આ પણ વાંચો - કોરોનાના કારણે ગુજકેટની પરીક્ષા હવે 30 જુલાઈને બદલે 22 ઓગસ્ટે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને પોતાના મતવિસ્તારને હરિયાળું બનાવવા માટે કરેલ અપીલ સંદર્ભે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રની જનતાએ ગત વર્ષે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે વૃક્ષારોપણ માટે વૃક્ષ મેળવવામાં કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન સંબંધિત અધિકારીઓ વનવિભાગના સંબંધિત અધિકારીઓ અને ભાજપાના પદાધિકારીઓને પોતાના લોકસભા વિસ્તારની વિધાનસભામાં વૃક્ષો આપવા વ્યવસ્થા કરવામાં આવી છે

વૃક્ષારોપણ માટે જે તે વિધાનસભા ક્ષેત્રના નાગરિકો માટેના ટેલીફોન નંબરની યાદી

- ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના વિસ્તાર માટે - પાર્થ ચૌધરી (૯૪૨૭૭ ૪૯૬૭૩)
- ગ્રામીણ વિસ્તાર માટે - ભોળાભાઇ પટેલ RFO (૬૩૫૩૫ ૯૮૦૮૫)
- કલોલ - બી બી સોલંકી RFO - (૯૭૭૩૪ ૮૩૭૫૧)
- સાણંદ - નટુભાઇ મકવાણા RFO - (૯૯૨૪૭ ૯૮૫૫૭)
- ઘાટલોડિયા -મોહિતકુમાર ડી પટેલ- (૯૭૧૨૭ ૦૦૭૫૧)
- વેજલપુર - દેવેન્દ્રકુમાર દેસાઇ - (૭૫૬૭૮ ૭૭૩૨૫)
- નારણપુરા - અજીતકુમાર દેસાઇ - (૯૭૧૨૭ ૦૦૮૭૧)
- સાબરમતી - અજીતકુમાર દેસાઇ - (૯૭૧૨૭ ૦૦૮૭૧)
Published by:Ashish Goyal
First published:July 09, 2020, 16:21 pm

ટૉપ ન્યૂઝ