બનાસકાંઠા : નડાબેટ દર્શન કરવા જતા સમયે બાઇકનો થયો અકસ્માત, બે ભાઈઓના મોત

બનાસકાંઠા : નડાબેટ દર્શન કરવા જતા સમયે બાઇકનો થયો અકસ્માત, બે ભાઈઓના મોત

Hit and run in Banaskantha- અજાણ્યા વાહનની ટક્કર લાગતા બાઈક સવાર બે પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ (Government Hospital)ખાતે ખસેડાયો

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskantha)સરહદી વિસ્તાર સુઈગામ વાવ રોડ (Suigam Vav Road)પર સોમવારે મોડી સાંજે હિટ એન્ડ (Hit and run)રનની ઘટના સામે આવી છે. જેમાં નડાબેટ દર્શન (Nadabet)કરવા જઈ રહેલા ત્રણ પિતરાઈ ભાઈઓને અકસ્માત (Accident)નડયો હતો. અજાણ્યા વાહનની ટક્કર લાગતા બાઈક સવાર બે પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ (Government Hospital)ખાતે ખસેડાયો છે.

    સુઈગામ વાવ રોડ પર સોમવારે મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના બની હતી. થરાદ ખાતે રહેતા પંડ્યા પરિવારના ત્રણ પિતરાઈ ભાઈઓ બાઈક લઈને નડાબેટ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. સુઈગામ પાસેસી પસાર થઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહનની ટકકર લાગતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય ભાઈઓ રોડ પર પટકાયા હતા અને રોડ પર પટકાતા દિનેશ પંડ્યા અને લાલા પંડ્યાને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.

    આ પણ વાંચો - જીજાજીએ સાળીને મેસેજ મોકલી છેડતી કરી, પોલીસ સ્ટેશનમાં યુવતીને રણચંડી બનવું ભારે પડ્યું

    બનાવને પગલે આજુબાજુના લોકો સગા સંબંધીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ વાન પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યારે બંને મૃતક ભાઈઓની લાશને પણ છે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જન્માષ્ટમીના દિવસે બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત થતા પંડ્યા પરિવારમાં માતમ છવાયો હતો.

    રાજકોટમાં અકસ્માતમાં બે ના મોત

    રાજકોટ પોરબંદર હાઇવે (Rajkot porbanadar highway) પર અવારનવાર અકસ્માતની હારમાળા સર્જાતી હોય છે. ત્યારે વધુ એક વખત રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. પુરપાટ ઝડપે ઇકો કાર ને હંકારવામાં આવતા ઇકો કારનું ટાયર ફાટી જતા કાર પલટી મારી ઢસડાઇ હતી. ઇકો કારમાં સવાર પાંચ જેટલા લોકો પૈકી જન્માષ્ટમીની મજા માણવા નીકળેલા ભાવી દંપતિ લિખિતાબેન નિમાવત અને અર્જુનભાઈ નિરંજની નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: