શું તમારા બાળકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે? વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

News18 Gujarati
Updated: February 19, 2020, 7:59 AM IST
શું તમારા બાળકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે? વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

બે સગીરાઓ ઇન્ટાગ્રામ પર મિત્ર બનેલા કિશોરને બર્થડેની સરપ્રાઇઝ આપવા માટે ઘરે કહ્યાં વગર ટ્રેનમાં હૈદરાબાદ પોંહચી હતી.

  • Share this:
હિંમતનગર : હાલ બાળકોથી લઇને મોટેરાઓને સોશિયલ મીડિયાનું ઘેલુ લાગ્યું છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગરનાં કેન્દ્રીય વિદ્યાલયનાં આવાસમાં રહેતી બે સગીરાઓ ઇન્ટાગ્રામ પર મિત્ર બનેલા કિશોરને બર્થડેની સરપ્રાઇઝ આપવા માટે ઘરે કહ્યાં વગર ટ્રેનમાં હૈદરાબાદ પોંહચી હતી. આ સગીરાને ટ્રેનની ટિકિટ લેવાની આવડતી હતી જેથી તેઓ બંન્ને જાતે જ ટિકિટ લઇને કિશોરને મળવા પહોંચ્યા હતાં.

ગત સોમવારે કેન્દ્રીય વિદ્યાલયનાં શિક્ષકોની ધોરણ 7 અને ધોરણ 10માં અભ્યાસ કરતી બે સગીર દીકરીઓ કોઇને કહ્યાં વગર ઘરેથી નીકળી હતી. કલાકો થવા છતાંપણ ઘરે ન આવતા પરિવારો ચિતીંત બન્યા હતાં. જે બાદ તેમણે બી ડિવીઝન પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મોટી સગીરા કે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે તેને ઇન્સ્ટાગ્રામ પર હૈદરાબાદનાં કિશોર સાથે મિત્રતા કેળવાઇ હતી જેથી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, બંન્ને સગીરા તેના ઘરે હેમખેમ છે. જે બાગ પોલીસની એક ટીમ હૈદરાબાદ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદનો દિલદાર રિક્ષાવાળો, રિક્ષામાં ભૂલાયેલી એક લાખ રૂપિયા ભરેલી બેગ માલિકને પરત કરી

થોડા સમય પહેલા સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અમેરિકાથી પિતરાઇના લગ્નમાં સુરત આવેલી એનઆરઆઈ 15 વર્ષની સગીરાને મુંબઇનો યુવક ભગાવી ગયો હતો. વરાછા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે પ્રેમીપંખીડાને મુંબઇ-નાલાસોપારાથી પકડી પાડયા હતા. ખ્રિસ્તી યુવકે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થકી સગીરા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ પ્રેમજાળમાં ફસાવી સગીરાને વેલેન્ટાઇન ડે મનાવવા મુંબઇ લઇ ગયો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી હતી.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 19, 2020
વધુ વાંચો
अगली ख़बर