Home /News /gujarat /સચિન દિક્ષિતે લીવઇન પાર્ટનર હીનાની હત્યા કઇ રીતે કરી? FSLના રિપોર્ટમાં થયો આવો ખુલાસો

સચિન દિક્ષિતે લીવઇન પાર્ટનર હીનાની હત્યા કઇ રીતે કરી? FSLના રિપોર્ટમાં થયો આવો ખુલાસો

ગાંધીનગર: પેથાપુરમાં ગૌશાળામાંથી (baby abandoned from Pethapur gaushala) મળી આવેલા બાળકને હવે દત્તક (Adoption process) લઈ શકાશે. બાળકના હત્યારા પિતા સચીન દીક્ષિતે (Sachin Dixit) બાળકને દત્તક આપવાની મંજૂરી આપી દીધી છે. ગાંધીનગરના (Gandhinagar) પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળકને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ (Jagruti Pandya) આપી હતી. (સચિન દિક્ષિત અને મહેંદી પેથાણીની ફાઇલ તસવીર)

Heena Pethani murder updates: સચિને કબુલાત કરતા પણ જણાવ્યુ હતુ કે, મને હીના ગાંધીનગર જવાની ના પાડતી હતી. જેને લઈ અમારી વચ્ચે ઝઘડો થતાં હીનાએ મારી સાથે ઝપાઝપી શરૂ કરી.

ગાંધીનગર: હીના ઉર્ફે મહેંદીની હત્યાના (Heena Pethani murder case) કેસમાં એક બાદ એક નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસની સૌથી મહત્ત્વપૂર્ણ કડી સામે આવી છે. મહેંદીનો એફએસએલ (Heena Pethani FSL report ) રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સચિન દિક્ષિતે (Heena Live in Partner Sachin Dixit ) વડોદરામાં ભાડે રાખેલા ફ્લેટમાં (Vadodara) લીવઇન પાર્ટનર હીનાની હત્યા કેવી રીતે કરી તે સ્પષ્ટ થયું છે. સચિને હીનાનું (Sachin Dixit kills heena Pethani) પાછળથી ગળું દબાવ્યુ હતુ. જેનો હીનાએ 3થી 4 મિનિટ પ્રતિકાર કર્યો હોય શકે છે.

હીનાના ગળા પરના નિશાને ખોલ્યું રાઝ

હીનાના ગળા પર ઇજાના નિશાન મળી આવ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હીનાના ગળા પરના નિશાન પરથી જણાય છે કે, સચીને પાછળથી હીનાનું વી શેપમાં ગળું દબાવ્યું હતુ. ગાળની બાજુના ભાગમાં દબાણ આવ્યુ હતુ. જેથી હીનાનું મોત નીપજ્યું હતુ. જ્યારે સચિને વડોદરાના ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસના મકાન નંબર 102માં લઇ જવામાં આવ્યો ત્યારે તેણે પણ આવી જ કબૂલાત કરી હતી. તે દરમિયાન પણ તે ભાંગી ગયો હતો.

સચિને શું કહ્યું હતું?

સચિને કબુલાત કરતા પણ જણાવ્યુ હતુ કે, મને હીના ગાંધીનગર જવાની ના પાડતી હતી. જેને લઈ અમારી વચ્ચે ઝઘડો થતાં હીનાએ મારી સાથે ઝપાઝપી કરી લાફો તથા નખ માર્યા હતા. હીના ચીસો પાડતી હોવાથી તેનું ગળું પકડી સાત મિનિટ સુધી દબાવી રાખ્યું હતું તેનું હલનચલન બંધ થતાં લાશને ચેઈનવાળી બેગમાં ભરી કીચનમાં વોશ બેસીન નીચે કબાટમાં મુકી દીધી હતી.

આ પણ વાંચો - મહેંદી પ્રેમાળ સ્વભાવની હતી, અમે સાડા ત્રણ વર્ષ શાંતિથી રહ્યા, માસીના સંપર્કમાં આવ્યા બાદ તેણીએ ઘર છોડ્યું: મહેંદીનો પૂર્વ પતિ

હત્યા બાદ બાળકને સાથે લઇ ગયો હતો

સચિને હીનાની હત્યા કરીને દસ માસના માસૂમ પુત્રને પેથાપુર નજીક આવેલી સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં તરછોડી દેવાના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસે રાજસ્થાન તપાસમાં જવા ઉપરાંત, વડોદરાથી ગાંધીનગર આવવા દરમિયાન તેમજ તેના બે મોબાઇલ ફોન જપ્ત કરવાના હોવાથી પોલીસે તેના 14 દિવસના રિમાન્ડ માંગણી કરી હતી. જોકે, કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ત્યારે પોલીસે તેને ગઇકાલે ગૌશાળા ખાતે લઇ જઇને તપાસ શરૂ કરી છે.
" isDesktop="true" id="1141110" >



સચિન વડોદરાથી ગાંધીનગરમાં ક્યા રસ્તેથી આવ્યો હતો? તેમજ અન્ય કોઇ સ્થળે બાળકને લઇને ગયો હતો કે નહી? તે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો સાથેસાથે તેણે પોતાના બંને ફોન રસ્તામાં ફેંકી દીધા છે કે કોઇ સ્થળે છુપાવ્યા છે? તે પણ તપાસ કરવામાં આવશે.
First published:

Tags: Amit Shah Gujarat Visit, Sachin Dixit, Vadodara, ગાંધીનગર, ગુજરાત