'મોત ઔર કફન બાંધકર ચલ રહા હું, સલાખો સે નહીં ડરતા'- હાર્દિક પટેલનું ટ્વિટ

  • Share this:
    વિસનગર કોર્ટે આજે PASSના આગેવાન હાર્દિક પટેલને રાયોટિંગના ગુનામાં બે વર્ષની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે તેને રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. 23મી જુલાઈ, 2015ના રોજ વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડના કેસમાં કોર્ટે હાર્દિક પટેલ સહિત ત્રણ લોકોને દોષિત જાહેર કરીને બે-બે વર્ષની સજા ફટકારી હતી. સજા જાહેર થયા બાદ હાર્દિકે એક પછી એક એમ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

    હાર્દિકનું  પ્રથમ ટ્વિટ

    કોર્ટે સજા ફટકાર્યા બાદ હાર્દિક પટેલે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિવ કરીને લખ્યું હતું કે, "કોઈપણ સમસ્યાનું સમાધાન તેના નિર્ધારિત સ્તરેથી નથી થઇ શકતું, આ પ્રકારની મુસીબતના ઉકેલ માટે જે-તે નિર્ધારિત સ્તરથી ઉપર જવું પડે છે. ઇન્ક્લાબ ઝિંદાબાદ."

    किसी भी मुश्किल को उसके बनाये गए लेवल पर हल नहीं किया जा सकता, उस मुसीबत को उस लेवल से ऊपर उठने पर ही हल किया जा सकता है। इंक़लाब ज़िंदाबाद

    હાર્દિક પટેલનું બીજું ટ્વિટ

    સામાજિક ન્યાય અને અધિકાર માટે જો લડવું ગુનો હોય તો હું ગુનેગાર છું. સત્ય અને અધિકારની લડાઈ લડનાર વ્યક્તિ જો બળવાખોર હોય તો હું બળવાખોર છું. ખેડૂતો, યુવાઓ અને ગરીબો માટે લડાઈ લડતા મારા અવાજને ભાજપની હિટલરશાહી સત્તા દબાવી નહીં શકે.

    હાર્દિકનું ત્રીજુ ટ્વિટ

    મૌત ઔર કફન બાંધકર ચલ રહા હું. સલાખો સે નહીં ડરતા, બાત અગર મેરી હોતી તો બૈઠ જાતા ઘર મેં, લેકીન બાત કરોડો ગરીબ લોગો કી હૈ.

    હાર્દિક પટેલનું ચોથું ટ્વિટ

    હાર્દિકનું પાંચમું ટ્વિટ

    ગુજરાતમાં ચૂંટણી પહેલા ભાજપા કહેતી હતી કે અમે તમામ આંદોલનકારીઓ પર લાગેલા કેસ પરત ખેંચી લીધા છે, તો કયા ગુનામાં આ સજાની જાહેરાત કરવામાં આવી?
    Published by:Vinod Zankhaliya
    First published: