Home /News /gujarat /

Canada-US border પર થીજીને મોતને ભેટેલા ગુજરાતી પરિવારને કલોલના એજન્ટે ગેરકાયદેસર મોકલ્યા હતા?

Canada-US border પર થીજીને મોતને ભેટેલા ગુજરાતી પરિવારને કલોલના એજન્ટે ગેરકાયદેસર મોકલ્યા હતા?

ચાર લોકોનો પરિવાર (Gujarati family frozen) બરફના તોફાનમાં ફસાઇને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં થીજી ગયો હતો.

Canada US border : રાત્રે ભારે હિમવર્ષા દરમિયાન અલગ થઈ ગયા હતા. બાદમાં આ પરિવાર યુએસ બોર્ડરથી 30 ફૂટ દૂર થીજી ગયેલો મળ્યો હતો.

  ગાંધીનગર: ગેરકાયદેસર રીતે યુએસ જવાનો પ્રયાસ કરતી વખતે કેનેડામાં (US Canada Border) મૃત્યુ પામેલા બાળક સહિત ચાર લોકોનો પરિવાર (Gujarati family frozen) બરફના તોફાનમાં ફસાઇને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં થીજી ગયો હતો. આ પરિવાર ગુજરાતના ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોલ તાલુકાના એક ગામનો હોવાનું સામે આવ્યું છે. આ પરિવારના ચારેવ સભ્યો મોતને ભેટ્યા છે.

  ઉત્તર ગુજરાતનો પરિવાર

  આ ઘટનામાં ભોગ બનનાર પરિવાર મૂળ ગુજરાતી હતો અને તેઓ ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર જિલ્લાના કાલોલના (Kalol) ઢીંગુચા ગામના પટેલ પરિવારના (Gujarat family dead) સભ્યો હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા. આ દંપતીને 13 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો હતો. જો કે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે.

  એક સ્મગલરની ધરપકડ કરાઇ

  આ દુર્ઘટનાના અંગે અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, યુએસ બોર્ડર પેટ્રોલિંગે સ્ટીવ શેન્ડ નામના ફ્લોરિડાના રહેવાસી દ્વારા ચલાવવામાં આવતી સફેદ રંગની 15 વ્યક્તિઓની પેસેન્જર વાનને અટકાવી હતી. સ્ટીવ શેન્ડ ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકોની ઘુસણખોરી કરતો સ્મગલર છે. જે બાદ એક માઇલના અંતરે જ ગ્રામીણ વિસ્તારમાં સરહદની દક્ષિણે બે મુસાફરો મળી આવ્યા હતા જે અમેરિકામાં આવેલા ગેરકાયેદસર ભારતીય નાગરિક હોવાનું જણાયું હતું.

  પરિવાર થીજી ગયો હતો

  ત્યારબાદ ઓથોરિટીને સરહદની નજીક વધુ પાંચ ભારતીય લોકો મળ્યા અને તેઓ કોઈના દ્વારા તેમને પિકઅપ કરવાની રાહ જોઈ રહ્યા હતા. એટલું જ નહીં લગભગ 11 કલાકથી ભારે ઠંડીની સ્થિતિમાં તેઓ ચાલતા હતા. સભ્યોમાંના એક પાસે એક બેકપેક હતું જેમાં નવજાતનો સામાન હતો. તેમની પાસે કપડાં, એક ડાયપર, રમકડાં. તપાસ કરતા બહાર આવ્યું કે, તે ચાર વ્યક્તિનો પરિવાર સામાન પોતાની સાથે લઈને ચાલી રહ્યો હતો. જેઓ રાત્રે ભારે હિમવર્ષા દરમિયાન અલગ થઈ ગયા હતા. બાદમાં આ પરિવાર યુએસ બોર્ડરથી 30 ફૂટ દૂર થીજી ગયેલો મળ્યો હતો.

  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કલોલ

  હવે આ ઘટનાની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ થઇ હોવાની માહિતી મળી છે. જોકે, આધારભૂત સૂત્રોની માહિતી પ્રમાણે, આ પરિવારને ગેરકાયદેસર અમેરિકા મોકલવામાં કલોલના એક એજન્ટ અને તેના પેટા એજન્ટની ભૂમિકા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. જેના કારણે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  આ પણ વાંચો - Corona Effect: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર અને બહુચરાજી મંદિર 31મી જાન્યુઆરી સુધી રહેશે બંધ

  કેનેડામાં આ ફરિયાદ 47 વર્ષીય સ્ટીવ શેન્ડ વિરુદ્ધ ભારતીયોના સમૂહને કેનેડાથી યુએસમાં તસ્કરી કરવા બદલ છે. શાંડ સાથે ધરપકડ કરાયેલ અને તેની કારમાં બેઠેલા બેની ઓળખ એસપી અને વાયપી ખાતે કરવામાં આવી છે.  મૃતકોના નામ

  પટેલ જગદીશભાઈ બળદેવભાઈ (35)
  પટેલ વૈશાલીબેન જગદીશભાઈ (33)
  પટેલ વિહાનગી જગદીશભાઈ (13)
  પટેલ ધાર્મિક જગદીશભાઈ (3)

  આ પણ વાંચો - Jamnagar: તમને બે લાખ રૂપિયાના ઘરેણા ભરેલું બેગ મળે તો? ST ડ્રાઇવેર-કન્ડક્ટરે કંઇક આવું કર્યું

  વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.

  નોંધનીય છે કે, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામનો પટેલ પરિવાર સંપર્ક વિહોણો થયો છે. જગદીશ પટેલ અને વૈશાલી પટેલ તેમના બે સંતાનો સાથે કેનેડા ગયા હતા. છેલ્લા થોડા દિવસથી તેઓનો સંપર્કના થતાં વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Border, World, ઉત્તર ગુજરાત, ગુજરાત, દેશવિદેશ

  આગામી સમાચાર