Home /News /gujarat /બનાસકાંઠાના તળાવમાં પાણી ભરવા મહિલાઓએ ભાઇ પીએમ મોદીને લખ્યા પત્રો

બનાસકાંઠાના તળાવમાં પાણી ભરવા મહિલાઓએ ભાઇ પીએમ મોદીને લખ્યા પત્રો

મહિલાઓએ પત્ર લખ્યા

Gujarat latest news: કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરીને પત્રો લખ્યા છે.

    કિશોર તુવર, બનાસકાંઠા : જિલ્લાના વડગામમાં (Vadgam) કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગ સાથે શરુ થયેલું જળ આંદોલન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યું છે. આજે વડગામ તેમજ પાલનપુરના 125 ગામની બહેનોએ ગામેગામ એકત્રિત થઇ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (letter to PM Modi) પત્ર લખી પોતાની વ્યથા વ્યકત કરી છે. હવે કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરીને પત્રો લખ્યા છે.

    રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો મુખ્ય ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર જિલ્લો છે. આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે, ચાલુ સાલે જિલ્લામાં નહીંવત વરસાદને પગલે ભૂગર્ભ જળ ઊંડા જતા આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકો અટવાયા છે. વિસ્તારના ખેડૂતો પાણી માટે જિલ્લામાં ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે. સૌ પ્રથમ જિલ્લાનાં મુખ્ય મથક પાલનપુરમાં તો તે બાદ દિયોદર અને તે બાદ વડગામ ખાતે આવેલું કરમાવત તળાવ અને મોકેશ્વર ડેમ ભરવાની માંગ સાથે આંદોલનની શરૂઆત થઇ છે.

    આ પણ વાંચો: આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ

    મહત્વની વાત છે કે, વડગામ અને પાલનપુરના 125 ગામોના લોકોએ કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમ ભરવાની માંગ સાથે સૌ પ્રથમ પાલનપુરમાં મહારેલી યોજી  અને હાજરો ખેડૂતોએ સાથે મળી જિલ્લા કલેકટર આવેદન પાઠવ્યું અને વહેલી તકે પાણી પહોંચાડવા માંગ કરી. આ મહારેલી બાદ સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન લાવતા આ ખેડૂતોએ ગામેગામ મહા આરતીઓ યોજી છે.

    મહિલાઓએ પત્ર લખ્યા


    જોકે, તે બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા હવે આ વિસ્તારની હજારો બહેનો આંદોલનની વાટે વળી છે. આજે વડગામ અને પાલનપુરના 125 ગામોની હજારો બહેનો ગામેગામ એકત્રિત થઇ અને તેમના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખ્યા છે અને તેમને પડતી હલાકીથી વાકેફ કરવા પ્રયાસ કર્યો છે તો સાથે સાથે કરમાવત તળાવ અને મુકતેશ્વર ડેમ ભરવા માંગ કરી છે.
    " isDesktop="true" id="1219909" >



    જોકે, આંદોલનની વાટે વળેલી આ બહેનો અત્યારે તો તેમના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આ 125 ગામોની મહિલાઓએ પણ એકત્રિત થઇ રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, બનાસકાંઠા, વડાપ્રધાન મોદી