Gujarat weather news: અમદાવાદ સહિત રાજ્યના ગાંધીનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે અન્ય શહેરોનું તાપમાન 39 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
ગાંધીનગર: ગુજરાતીઓને (Gujarat weather update) બસ થોડા દિવસની રાહ જોવી પડશે જે બાદ કાળઝાળ ગરમીમાંથી (Gujarat Monsoon 2022) રાહત મળી જશે. હવામાન વિભાગે આ અંગે કહ્યું છે કે, નૈઋત્યનું ચોમાસું કેરળથી માત્ર 2થી 3 દિવસ જ દૂર છે. જે બાદ ચોમાસાનું આગમન થશે અને ગુજરાત તરફ આગમન થશે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. 10 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી નીચે જતુ રહ્યું છે. માત્ર ચાર શહેરોમાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને પાર થયો છે. જ્યારે અમદાવાદમાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે.
આગામી દિવસોમાં તાપમાનનો પારો વધશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમી ગરમ પવનની અસરથી આગામી અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા રહેલી છે. અનેક શહેરોમાં 1થી 2 ડિગ્રી પારો વધી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાની શક્યતા રહેલી છે. ત્યારે હવામાન વિભાગના આંકડા મુજબ, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યના ગાંધીનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે અન્ય શહેરોનું તાપમાન 39 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.
પ્રિ-મોન્સુન ગતિવિધિઓને કારણે અમરેલીના પીપાવાવ જાફરાબાદનો દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં ભારે પવન ફૂંકાતા દરિયા કિનારે 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. તો તોફાની દરિયાને કારણે નાની બોટોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળ બેટ જતા લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ પલટાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે. જો કે 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા ગરમીથી રાહત મળી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયુ હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પુરજોશ પવન ફુંકાયો હતો. 15 કીમીની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત મળી રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યુ છે કે, 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાથે 15 જૂનથી નિયમિત ચોમાસુ શરૂ થવાની સંભાવના છે. 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.
સાથે જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. આ સાથે જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર