Home /News /gujarat /

ગુજરાતમાં માવઠાને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, વાવેતર થશે મોડા, ખેડૂતો ચિંતાતુર

ગુજરાતમાં માવઠાને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, વાવેતર થશે મોડા, ખેડૂતો ચિંતાતુર

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં રવિ મોસમમાં જેટલા હેટક્ટરમાં ઘઉંનું વાવેતર થવું જોઇએ એટલું આ માવઠાને કારણે થયુ નથી.

    ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ (unseasonal rainfall) વરસી રહ્યો છે. આ સાથે આગામી બે દિવસ હજી માવઠાની (Gujarat weather forecast) આગાહી પણ કરવામાં આવી છે. આને કારણો ખેડૂતોમાં (farmer) ભીતિનો માહોલ છે. તો બીજી તરફ શિયાળામાં (unseasonal rain in Gujarat) કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જેનો ભેજ જમીનમાં આવી ગયો છે જે જતા 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. જેના કારણે ઘઉંનું વાવેતર 15 દિવસ મોડું થશે. રાજ્યમાં રવિ મોસમમાં જેટલા હેટક્ટરમાં ઘઉંનું વાવેતર થવું જોઇએ એટલું આ માવઠાને કારણે થયુ નથી. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અત્યારે સામાન્ય રીતે કુલ 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે પરંતુ હાલમાં 12479 હેક્ટરમાં વાવેતર થયું છે.

    ઠંડી વધશે

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ 90%થી વધુ રહેતું હોવાના કારણે આગામી બે દિવસ સવારે ધુમ્મસછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે. આગામી બે દિવસમાં ઠંડીમાં 2થી 4 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

    ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    ભેજને કારણે ઘંઉ ઉગીને બહાર નીકળવા મુશ્કેલ

    ઘઉંની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, રિવિ પાકના વાવેતર સમયે માવઠું થતા ખેતરની જમીનની પોપડી બંધાઈ જતા ઘઉં ઉગીને બહાર નીકળવા મુશ્કેલ છે. હવે ફરીથી ખેતર ખેડી ઘઉંનું વાવેતર કરવું પડશે.

    આ પણ વાંચો - રાજ્યમાં સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં 5300માંથી 5 હજાર બેઠકો ખાલી, જાણો કારણ

    શેરડી કાપતા મજૂરોની હાલત પણ કફોડી

    દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો પણ આવો જ હાલ છે. તેમના પણ ખેતરોમાં પાણી ભરાય જતાં જમીન પોચી થઈ ગઈ છે. જેથી કાપણી કરવી અને તેનું વાહતુક કરવું મુશ્કેલ બન્યું છે. વરસાદમાં ખાસ કરીને શેરડી કાપતા મજૂરોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. પડાવની આજુબાજુ વરસાદને કારણે કાદવ કીચડ થઈ જવાથી અને પાણી ભરાય જવાથી સુરક્ષિત જગ્યાએ આશરો લેવાની ફરજ પડી છે.



    આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં આંબા પર મોર આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મોરને પણ વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Weather Forecast, Gujarat winter, ખેડૂત, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन