Home /News /gujarat /વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે કરી ધરપકડ, નથી આપી FIR ની નકલ

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે કરી ધરપકડ, નથી આપી FIR ની નકલ

Gujarat News: બુધવારે જિજ્ઞેશને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા

Gujarat News: બુધવારે જિજ્ઞેશને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા

પાલનપુર: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની (Vadgam MLA Jignesh Mevani) આસામ પોલીસે (Assam Police) બુધવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી (Palanpur Circuit House) બુધવારે મોડી રાતે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આસામ પોલીસે હજી કોઇ એફઆરઆઇ (FIR) આપી નથી. જેના કારણે કયા કેસમાં મેવાણીની ધરપકડ કરવામાં આવી છે તે જાણી શકાયુ નથી. પરંતુ મેવાણીએ કરેલી કેટલીક ટ્વિટને કારણે આ અટકાયત થઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

'ટ્વિટના કારણે મારી પર એફઆરઆઇ થઇ છે'

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યુ હતુ કે, 'હું કાલે પણ લડતો હતો, આજે પણ લડી રહ્યો છું અને આવતીકાલે પણ લડીશ. કયા કેસમાં મને લઇ જવામાં આવે છે તેની મને જાણ નથી હજી, આસામ પોલીસે એફઆરઆઈની કોપી આપી નથી.

જીજ્ઞેશ મેવાણી


તેમણે વધુમાં જણાવ્યુ કે, મને એમ કહેવામાં આવ્યું કે, તમે ટ્વિટ કર્યુ છે તેના કારણે તમારી પર એફઆરઆઇ કરી છે. આવી એફઆરઆઈથી હું ડરવાનો નથી. જે રીતે ત્યાં આશાંતિનો માહોલ હતો તે અંગે મેં આ ટ્વિટમાં શાંતિની અપીલ કરી હતી.'

જીજ્ઞેશ મેવાણીએ કરેલી ટ્વિટ


ગુજરાત કોંગ્રેસના નેતાઓ જીજ્ઞેશને મળ્યા

બુધવારે જિજ્ઞેશને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અહીંથી વિમાનમાં આસામ લઈ જવામાં આવ્યા છે. જ્યાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા.



'અમે ડરીશું નહિ લડીશું'

જીજ્ઞેશની ધરપકડ બાદ મોડી રાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તા અમદાવાદ એરપોર્ટ પર મળવા ગયા હતા. આસામ પોલીસે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે એરપોર્ટ મારફતે આસામ લઈ ગયા છે.મધરાતે 3.30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી... લડાયક યુવાનો ભાજપ ની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈ થી ઉઠાવે છે ત્યારે ભાજપ નતાશાહી સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું.



મધરાતે 3.30 વાગ્યે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી એ અને આગેવાનો અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
First published:

Tags: Jignesh Mevani, આસામ, ગુજરાત, પાલનપુર