ઊંઝા : મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલને (Ashaben Patel) ડેન્ગ્યૂ થતા આજે (12 december 2021) તેમનું નિધન થયું છે. ડેન્ગ્યૂ (dengue) થતા તેમનું લિવર ડેમેજ થયા બાદ તેમના શરીરના અનેક અવયવો ફેઇલ થઇ ગયા હતા. ગઈકાલે સારવાર માટે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Ahmedabad Zydus Hospital) દાખલ કરાયાં હતા. આશાબેનના મૃતદેહને ઊંઝા લઇ જવામાં આવશે.
ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલને અંગે ઝાયડસના ડાયરેક્ટર ડો.વી.એન.શાહે ગઇ કાલે મહત્ત્વનું નિવેદન આવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયા છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા લાગી રહ્યા છે. હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. તેમનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી છે. pic.twitter.com/lyjNWkB5nr
ભાજપનાં પ્રદેશ અગ્રણી ભરત પંડ્યાએ શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, 'ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનાં અચાનક અવસાનથી ભાજપ અને લોકોએ સેવા અને વિકાસ માટે જુજારુ એવાં સક્ષમ મહિલા આગેવાન ગુમાવ્યાં છે.' ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને તેમનાં પરીવારને અને સહુને આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.